Home> Gujarat
Advertisement
Prev
Next

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં આજે સુનાવણી, રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો

Bilkis Bano પર વર્ષ 2002 માં ગોધરામાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જ્યારે કે 14 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા, આ કેસમા 11 લોકોને ઉંમરકેદની સજા સંભળાવાઈ હતી
 

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસમાં આજે સુનાવણી, રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો

અમદાવાદ :બિલ્કીસ બાનો કેસમાં બળાત્કારીઓની મુક્તિને ચેલેન્જ આપતી અરજી પર આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યુ હતું કે, અને આરોપીઓની મુક્તિને યોગ્ય ગણાવી છે.

ગુજરાતની હૃદય કંપાવી દે તેવા બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓને જેલમાંથી રાજ્ય સરકારે નહિ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુક્તિ અપાવી છે. ગુજરાત સરકારે આ મુક્તિની વિરુદ્ધ અપીલની સુનાવણીમાં આ સુપ્રીમ કોર્ટમાં આ જવાબ આપ્યો છે. રાજ્ય સરકારે એફિડેવિટમાં કહ્યું કે, ઉંમરકેદની સજા મેળવનારા 11 આરોપીઓની સજા માફી અને પહેલા મુક્તિને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી. આ મંજૂરી એ કેદીઓને સારા વ્યવહારના આધાર પર આપવામાં આવી છે. સાથે જ કહેવાયું કે, આ 11 આરોપીઓએ પોતાની સજાના 14 વર્ષ પૂરા કર્યા હતા અને તેમને સારા વ્યવહારને કારણે મુક્ત કરાયા હતા. 

આ પણ વાંચો : રક્તરંજિત મંગળવાર : વડોદરા હાઈવે પર બસ-ટ્રેલર અકસ્માતમાં 6 મુસાફરોના મોત

બિલ્કીસ બાનો કેસમાં બળાત્કારીઓની મુક્તિને ચેલેન્જ આપતી અરજી પર આજે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યુ હતું કે, અને આરોપીઓની મુક્તિને યોગ્ય ગણાવી છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં રાજ્ય સરકારે એમ પણ માન્યું કે, સરકારી એજન્સીઓ આ આરોપીઓની મુક્તિની વિરુદ્ધ હતી. અરજી મુજબ, પોલીસ કમિશનર, સીબીઆઈ (મુંબઈ), સ્પેશિયલ જજ મુંબઈ (સીબીઆઈ) એ મુક્તિનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરાકરે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસના પ્રસંગે બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓની ઉંમરકેદની સજા માફ કરી દીધી હતી. તેમને ગોધરા જેલમાંથી મુક્ત કરાયા હતા. 
 
રાજ્ય સરકારના આ પગલાને દેશભરમાં આલોચના થઈ હતી. દેશમાં પણ વિપક્ષી દળોને લઈને વિવિધ મહિલા સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને ત્યારે જ્યારે દોષીઓને હાર પહેરાવીને તેમનુ સન્માન કરવામાં આવ્યું ત્યારે વધુ વિરોધ થયો હતો. ત્યારે ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More