Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના પોશ વિસ્તારમાંથી ખુલ્લેઆમ બાઈકની ચોરી, પાર્કિગમાં મૂકેલી ગાડી ઉઠાવી ગયા

Ahmedabad Bike Chori : અમદાવાદના આનંદનગર જેવા પોશ વિસ્તારમાં બાઈક ચોરો બન્યા બેફામ... ટ્રાફિકથી ધમધમતાં પ્રહલાદનગર રોડ પરથી ધોળા દિવસે બાઈકની ચોરી... માસ્ટર ચાવીનો ઉપયોગ કરી બે ચોર બાઈક લઈને થયા ફરાર... 

અમદાવાદના પોશ વિસ્તારમાંથી ખુલ્લેઆમ બાઈકની ચોરી, પાર્કિગમાં મૂકેલી ગાડી ઉઠાવી ગયા

Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તારોમાં તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આનંદનગર જેવા વિસ્તારમાં થોડા દિવસોથી ધોળા દિવસે વાહન ચોરીના બનાવો વધવા લાગ્યા છે. હાલ જે તમે CCTV જોઈ રહ્યા છો તે આનંદનગર વિસ્તારના છે. જ્યાં પ્રહલાદનગર ગાર્ડન પાસે ટ્રાફિકથી ધમધમતાં રસ્તાથી તસ્કરો બિન્દાસ્ત રીતે બાઈકની ઉઠાંતરી કરે છે. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પહેલાં એક વ્યક્તિ બાઈક પર આવીને બેસે છે અને પોતાના પાસે રહેલી ચાલી બાઈકમાં લગાવી હેન્ડલ લોક ખોલી નાંખે છે. બાદમાં બીજો વ્યક્તિ આવે છે અને બાઈકને ચાલુ કરીને સરળતાથી નીકળી જાય છે. 
જે રીતે બાઈકની ચોરી થાય છે તે પરથી તો લાગે છે કે બાઈક ચોર ટોળકીને ચોરીને અંજામ આપવામાં કોઈ તકલીફ પડી જ નથી. બસ આરામથી આવે છે, બાઈક ચાલુ કરે છે અને નીકળી જાય છે. 

ત્યારે આ સમગ્ર બનાવ પરથી તો એ સવાલ થાય છે કે તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો?, શું ચોર ટોળકીને પોલીસનો ખૌફ જ નથી? શું પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે? તસ્કરો પકડાર ફેંકે છે, પોલીસ શું કરે છે? આવા તસ્કરો ક્યારે જેલના સળિયા પાછળ હશે? શું આ જ આપણું સુરક્ષિત ગુજરાત છે?

ગાંધીનગરમાં પ્રેમકાંડનો તમાશો : તાલુકા હેલ્થ ઓફિસર મહિલા મેડિકલ ઓફિસર પાછળ લટ્ટુ થયો

 

 

જે રીતે પોશ વિસ્તારોમાંથી ચોરીની ઘટનો વધી રહી છે, તે પરથી તો લાગે છે કે આ બાઈક ચોર ટોળકી પોલીસને સીધો પડકાર જ ફેંકી રહી છે. જાણે તેઓ પોલીસને કહે છે, અમે તો ચોરી કરીશું, તમે રોકી શકો તો રોકી લો... જો આવી જ રીતે આ તસ્કરો બાઈક ઉઠાવીને ચોરીને અંજામ આપતા રહ્યા તો સામાન્ય જનતાનો પણ પોલીસ પરથી વિશ્વાસ ઓછો થવા લાગશે. ત્યારે હવે પોલીસે આવા ચોર તત્વોને પકડીને બરાબરનો પાઠ ભણાવવાની જરૂર છે...

તસ્કરોને આટલો છુટ્ટોદોર કઈ રીતે મળ્યો? શું ચોર ટોળકીને પોલીસનો ખૌફ જ નથી? શું પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર નામની જ છે? તસ્કરો સીધો પકડાર ફેંકે છે, પોલીસ કરે છે શું? આવા તસ્કરો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે? 

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું આવશે, જાણો શું કહે છે અંબાલાલની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More