Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી મંદિરમાં VIP દર્શનને લઈને સૌથી મોટો ખુલાસો, જાણો હવે કેવી રીતે થશે દર્શન

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા VIP દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી.

અંબાજી મંદિરમાં VIP દર્શનને લઈને સૌથી મોટો ખુલાસો, જાણો હવે કેવી રીતે થશે દર્શન

ઝી બ્યુરો/અંબાજી: ડાકોરમાં VIP દર્શનનો વિવાદ વકર્યા બાદ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં દર્શનનો વિવાદ સામે આવ્યો હતો. જોકે હાલ આ વિવાદ સમી ગયો છે એટલે કે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે VIP દર્શન બંધ કરી દીધા છે. હવે અંબાજી મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુ માટે એક જ નિયમ રહેશે અને એ લાઈનમાં ઊભા રહીને માં અંબાનાં દર્શન કરશે. આ શ્રદ્ધાળુઓ અને લોકો માટે હિતકારી નિર્ણય છે.

આગામી 48 કલાક ખુબ જ ભારે! 9 જિલ્લામાં એલર્ટ, વલસાડમાં મેઘો મુશળધાર, 21 રસ્તાઓ બંધ

અગાઉ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઈ અંબાજીમાં VIP દર્શન કરાવવામાં આવતાં હોવાના આક્ષેપને લઈ વધુ એક વિવાદ સર્જાયો હતો. પરંતુ અંબાજી મંદિર ટ્રસ્ટે આ આક્ષેપને નકારી કાઢવામાં આવી હતી. તેમજ છેલ્લા 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ હોવાનું જણાવ્યું હતુ. ત્યાર બાદ હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે VIP દર્શન બંધ કરી દીધા છે.

અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘો અનરાધાર; જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

VIP ગેટને આજે તાળું લાગ્યું
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા VIP દર્શન ન થતાં હોવાની વાત કરી હતી. શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતાં હોવાની વાત કરી હતી. જે ગેટમાંથી VIP દર્શન કરવા માટે લોકો પ્રવેશતા હતા એને આજે તાળું લાગી ગયું છે અને VIP દર્શન બંધ થયાં છે.

શાબાશ સુરત પોલીસ! દોઢ વર્ષની બાળકી ગુમ થતાં પોલીસે 300 CCTV કેમેરા ચેક કર્યા, આ રીતે

ગર્ભગૃહનાં દર્શન સદંતર બંધ
અંબાજી મંદિરમાં ગત 10 દિવસથી ગર્ભગૃહમાં તમામ નાગરિકો માટે દર્શન વ્યવસ્થા સદંતર રીતે બંધ છે. આવનારા દિવસોમાં નાગરિકો કે યાત્રિકો તરફથી કે બીજા કોઈ માર્ગ તરફથી અમને કોઈ સૂચન આપવામાં આવશે કે ગર્ભગૃહનાં દર્શન માટે કોઈ નીતિનિયમ મંદિર તંત્ર દ્વારા બનાવવામાં આવે તો એને ચેક્કસ રીતે ધ્યાનમાં લેવામાં આવશે. પણ અત્યારની પરિસ્થિતિએ અમુક વ્યવસ્થાપનનાં કારણો, ભાદરવી પૂનમના મેળાની તૈયારી અને ધાર્મિક આંતરિક કારણોસર ગર્ભગૃહનાં દર્શન સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે.

ઔદ્યોગિક એકમોના પાપે તમારા ઘરે આવતું અનાજ બની રહ્યું છે ઝેર; ડાંગરને લઈ મોટો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, અંબાજી શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પૂજા થાય છે અને એની પૂજા દરમિયાન પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. એવા શ્રી યંત્રની પૂજા કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ માં અંબાનાં ચરણોમાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More