Home> Gujarat
Advertisement
Prev
Next

વીર નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય, 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી

નર્મદ યુનિ.માં શિક્ષણના નવા કાયદાઓ અને નવી શિક્ષણ નીતિ હેઠળ રચાયેલા નવા વ્યવસ્થાતંત્રમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટએ ઝડપભેર કામકાજ શરૂ કરી દીધુ છે. યુનિ. ના ઇતિહાસમાં પહેલી વખત 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી આપવા આવી છે. યુનિ.ના આ નિણયને પગલે કોલેજોમાં એડમિશન સમયસર શરૂ થઇ પતી જશે.

વીર નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય, 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી

ઝી બ્યુરો/સુરત: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની આજરોજ મળેલી બેઠકમાં યુનિ. ના ઇતિહાસમાં પહેલી વખત 150 કોલેજોના 175 અભ્યાસક્રમોને મંજૂરી આપવા આવી છે. યુનિ.ના આ નિણયને પગલે કોલેજોમાં એડમિશન સમયસર શરૂ થઇ પતી જશે. 

રાહુલ આવે છે પણ કોંગ્રેસ તુટે છે! કોંગ્રેસમાં કકળાટ, ભાજપમાં ભરતીમેળો, BJPને શું છે

નર્મદ યુનિ.માં શિક્ષણના નવા કાયદાઓ અને નવી શિક્ષણ નીતિ હેઠળ રચાયેલા નવા વ્યવસ્થાતંત્રમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટએ ઝડપભેર કામકાજ શરૂ કરી દીધુ છે. યુનિ.ખાતે આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં યુનિ.એ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા અલગ અલગ ટ્રસ્ટો તરફથી આવેલી ચાલુ જોડાણ, નવા જોડાણ તેમજ ક્રમિક જોડાણ અંગેની દરખાસ્તો ઉપર મહોર મારી દીધી છે. આ માટે લોકલ ઇન્કવાયરી કમિટિએ ભલામણો પણ કરી હતી. જેને ધ્યાને લઇ બોર્ડ ઓફ મેનેજમેન્ટે કોલેજોના જોડાણની કામગીરી પૂરી કરી દીધી છે. 

ગુજરાતની 2 દીકરીઓની કમાલ: પ્રજ્ઞાચક્ષુઓ માટે કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ વાહ

નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત આ કામગીરી આટલી ઝડપી પૂરી થઇ છે. આ અંગે માહિતી આપતા કુલપતિ ડો.કે.એન.ચાવડાએ કહ્યું હતું કે નવા સત્ર પહેલા આ કામગીરી પૂરી કરવા ફોકસ કરાયું હતું. કારણ કે આ વર્ષે હવે કોમન યુનિ. એડમિશન થનાર છે. જેમાં દરેક યુનિ.ના એડમિશન વેળાસર કરવા પડશે. આ વાતને ધ્યાનમાં રાખી સત્રારંભ પહેલા અભ્યાસક્રમો અને બેઠકોનું ચિત્ર ક્લિયર કરી દેવાયુ છે. જેથી પ્રવેશ પ્રક્રિયા વેળાસર શરૂ થઇ શકે. વીર નર્મદ દક્ષિણ ગુજરાતવિશ્વવિદ્યાલય ખાતે શૂટિંગ રેન્જ નથી જેના કારણે વિશ્વવિદ્યાલયના સિલેક્શનની પ્રક્રિયા તેમજ કોચિંગ માટે ઘણી તકલીફ પડે છે. 

પ્રેમિકાની લ્હાયમાં પત્નીને પતાવી દીધી: પોલીસને કહ્યું પત્ની બાથરૂમમાં પડી ગઈ, આખરે

વિદ્યાર્થીઓને બરાબર કોચિંગ આપી શકતી નથી. આ વર્ષે ખેલો ઈન્ડિયામાં આપણી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીએ આખા ભારતભરમાં સાતમાં ક્રમાંકે આવી વિશ્વવિદ્યાલયનું નામ રોશન કર્યુ છે. જો વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને વિશ્વવિદ્યાલય ખાતે શૂટિંગ રેન્જની સુવિધા મળે તો ખેલાડીઓ સારામાં સારું પ્રદર્શન કરી વિશ્વવિદ્યાલયનું નામ ખૂબ આગળ લઇ જઈ શકે તેમ છે. 

વિરાટ કોહલીએ દાવ લગાવ્યો તે કંપનીનો આવશે IPO, સેબીએ આપી મંજૂરી, જાણો વિગત

તેમજ શૂટિંગ રેન્જની સુવિધા હોવાથી વિશ્વવિદ્યાલયની સિલેક્શનની પ્રક્રિયા તેમજ કોચિંગ પણ આપી શકાય તેમ છે. જેથી નર્મદ યુનિ.એ જિમના પાછળ આવેલા ગોડાઉનમાં સારી જગ્યા હોવાથી જગ્યાએ ૧૦ મીટર રેન્જ સાથે બીજા એરિયામાં ૨૫ મીટર રેન્જ ક્વરઅપ કરવાના હેતુથી શૂટિંગ રેન્જ અંગે બોર્ડ ઓફ ઓફ મેનેજમેન્ટમાં વિચારણા કરી મંજૂરી આપવામાં આવી છે. શૂટિંગ રેન્જ બનાવવા માટે અંદાજિત સાત લાખનો ખર્ચ કરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More