Home> Gujarat
Advertisement
Prev
Next

Weather Forecast: છેલ્લે છેલ્લે પણ ગુજરાતમાં આ ભયંકર આગાહી વાંચી લેજો!

Gujarat Weather Forecast: ગુજરાતમાં આજથી આગામી 5 દિવસ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કરેલું છે. જેના કારણે થોડું સાવચેતી રાખજો. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો. ફરી એક વખત તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર જઈ શકે છે. ત્યારબાદ ગરમીથી આંશિક રાહત મળશે. 3 જૂન બાદ ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી શકે છે.

Weather Forecast: છેલ્લે છેલ્લે પણ ગુજરાતમાં આ ભયંકર આગાહી વાંચી લેજો!

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ લોકોને સારા વરસાદની આશા બંધાઈ હતી. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં સારું ચોમાસું છે પરંતુ તેના પહેલા એક વખત કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. જેના ભાગરૂપે આજથી ગુજરાતમાં 5 દિવસ ભયંકર ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. બુધવારે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

ગુજરાતમાં આજથી આગામી 5 દિવસ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કરેલું છે. જેના કારણે થોડું સાવચેતી રાખજો. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો. ફરી એક વખત તાપમાનનો પારો 43 ડિગ્રી ઉપર જઈ શકે છે. ત્યારબાદ ગરમીથી આંશિક રાહત મળશે. 3 જૂન બાદ ગરમીમાંથી થોડી ઘણી રાહત મળી શકે છે.

પાટિલની હાજરીમાં આજે 'પટેલ' વિજય મૂહર્તમાં કરશે કેસરિયો, શ્વેતા બહ્મભટ્ટ 11 વાગ્યે જોડાશે, જાણો સમગ્ર કાર્યક્રમ

હવામાન વિભાગે જણાવ્યું કે, ‘કેરળમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને ધીમેધીમે ચોમાસું ત્યાંથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં જોરદાર વધારો થશે. જેના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં 15થી 20 જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી તો આગાહી કરવામાં આવી છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી જેવુ વાતાવરણ હજી જોવા મળ્યુ નથી. પરંતુ આગાહી મુજબ 15 જૂનથી ગુજરાતમાં ગમે ત્યાં વરસાદ આવી શકે છે. ત્યારે હવામાન વિભાગે આાગહી કરી કે ગુજરાતમાં આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે. ગુજરાતમાં ચોમાસુ આ વર્ષે સારુ રહેશે.

સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થશે. હવામાન વિભાગે દેશમાં 103 ટકા વરસાદનું અનુમાન કર્યું છે. જૂનમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે, જે રાજ્યભરના ખેડૂતો માટે મોટા અને સારા સમાચાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More