Home> Gujarat
Advertisement
Prev
Next

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે

Learning Licence New Rule : ઓછું ભણેલા અને ડ્રાઈવિંગ કરવા માંગતા લોકો માટે આરટીઓ વિભાગ દ્વારા લર્નિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવાઈ, નવા નિયમોથી હવે લર્નિંગ લાયસન્સ ફટાફટ નીકળશે 
 

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે

Learning License Made Easy : હવે લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા હોવાનો નિયમ હતો. તેને બદલે હવે 9 પ્રશ્નોના સાચા જવાબો હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી જશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બદલ અંગે પરિપત્ર જાહેર કરાયો છે. 

રાજ્યની RTO સિસ્ટમમાં મોટો સુધારો કરાયો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું.

નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત

આરટીઓ દ્વારા પરિત્રપત્ર જાહેર કરાયો
ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે. 

આ ફેરફાર કરવા પાછળનો હેતુ ઓછું ભણતર ધરાવતા અથવા સારી રીતે વાંચી ન શક્તા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન તેમની ડ્રાઇવિંગ કુશળતા દર્શાવીને લર્નિંગ લાયસન્સ મેળવવામાં મદદ કરવાનો છે. 

પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More