Home> Gujarat
Advertisement
Prev
Next

આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ

Big Update On Board Exam Result : આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે 

આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ

Gujarat Board Class 10th and 12th Result 2024: એક તરફ આજે ધો.12 સાયન્સ, સા.પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ગુજરાતના લાખો પરિવારોમાં આજે ખુશીનો દિવસ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે. 

82.45 ટકા પરિણામ જાહેર
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ₹4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું  82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૮ ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ ટકા ઊંચું આવ્યું છે. 

રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...

ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 

GSEB HSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર HSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
ગુજરાત HSC માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું

સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMSટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે HSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More