Home> Gujarat
Advertisement
Prev
Next

H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે

America H-1B Visa : ગુજરાતીઓ માટે એચ-1બી વિઝા એટલે સ્વર્ગની ટિકિટ જેવુ હોય છે... પરંતું પરંતુ આ વિઝાની ડ્રો સિસ્ટમમાં તમારો નંબર ન લાગે તો શું કરવુ તે પણ જાણી લો 

H-1B વિઝાની લોટરી ન લાગી તો ટેન્શન ન લેતા, અમેરિકા જવાના આ રસ્તા પણ ખૂલ્યા છે

Study Abroad : અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. H-1B વિઝા મેળવવા દરેક ભારતીયનું સપનુ હોય છે. આ વિઝા મેળવવા માટે ગુજરાતીઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર થાય છે. સારા સમાચાર એ છે કે, ગત માર્ચ મહિનામાં USCIS દ્વારા એચ1બી વિઝાની લિમિટ મુજબ રેન્ડમ પસંદગી કરાઈ હતી. હવે ડ્રો સિસ્ટમના આધારે વિઝા મેળવનારા લોકોનો બીજો રાઉન્ડ યોજવામાં આવશે. પરંતું જો આ લોટરીમાં તમારો નંબર ન લાગ્યો અને તમે ફેલ ગયા તો શું કરવું તેના રસ્તા અહી તમને જણાવીશું. 

તમારી પાસે આ વિઝાની સુવિધા ઉપલબ્ધ છે 
કેપ-એક્ઝમ્પ્ટ H-1B વીઝા, પ્રોફેશનલ અને સ્પેશ્યાલિટી વર્કર માટે H-1B1, TN અને E-3 વીઝા, ટ્રીટી ટ્રેડર / ઇન્વેસ્ટર વીઝા, સાયન્સ અને ટેક્નોલૉજી સ્ટુડન્ટ્સ માટેના વીઝા, મલ્ટિનેશનલ કંપનીઓનો L-1 વીઝાનો વિકલ્પ, વિશેષ લાયકાતના આધારે O-1 વીઝાનો વિકલ્પ

અમેરિકામાં ગુજરાતીઓ માટે ખુલ્લી ઓફર : H-1B Visa અંગે મોટા અપડેટ આવ્યા

ઉપર આપેલા પાંચેય વિઝાના પ્રકારમાં તમે ફીટ બેસતા હોવ તો તમે એપ્લાય કરી શકો છો. આ અલગ અલગ ક્રાઈટેરિયાના વિઝા થકી તમે અમેરિકામાં એન્ટ્રી મેળવી શકો છો. ધ્યાન રાખો કે, અમેરિકામાં રહીને વિદેશ વેપારનું સારું કામ કરનારને E-1 વીઝા મળી શકે, જ્યારે E-2 વીઝા સારું રોકાણ કરી શકે તેને મળે છે. આવી કંપનીના “ચાવીરૂપ કર્મચારી” તરીકે એક્ઝિક્યુટિવ્ઝ અને સુપરવાઇઝર્સ તથા કામકાજ માટે જરૂરી વ્યક્તિઓને E-1/E-2 વીઝા મળી શકે.

કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના

આ તમામ પ્રકારના વિઝા માટે તમે તમારા એજન્ટ પાસેથી માહિતી મેળવી શકો છો. જો તમે આ વિઝાના ક્રાઈટેરિયામાં ફીટ બેસતા હોવ તો તમારા માટે અમેરિકા જવાના દરવાજા સરળતાથી ખૂલી જશે. આ પ્રકારના વિઝા થકી અનેક લોકો દર વર્ષે અમેરિકામાં એન્ટ્રી મેળવે છે. જો અમેરિકા જવાનું તમારું સપનુ હોય તો તમે આ વિઝામાં ફીટ બેસી શકો તે પ્રકારના કોર્સ કે લાયકાત મેળવી શકો છો. આ રીતે H1B લૉટરીમાં નંબર ના લાગે ત્યારે આ વિવિધ કેટેગરીઝમાં મળતા વીઝામાંથી કોઈ વિકલ્પનો વિચાર કરીને અરજી કરી શકાય છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જૉબ, અમેરિકા સાથે ટ્રેડ એગ્રીમેન્ટ થયેલા હોય તે દેશના નાગરિકો H-1B1, TN, E-1, E-2 અથવા E-3 વગેરે નોન ઇમિગ્રન્ટ વીઝા મેળવી શકે છે. મલ્ટિનેશનલ કંપની પાસે L-1 વીઝાનો વિકલ્પ છે. વિજ્ઞાન, કલા, શિક્ષણ, બિઝનેસ અને રમતગમતમાં વિશેષ સિદ્ધિઓ મેળવનારાને અને ફિલ્મ-ટીવીના કલાકારોને O-1A અને O-1B વીઝા મળી શકે છે. આ ઉપરાંત F-1 STEM સ્ટુડન્ટ્સ STEM OPT મેળવીને વધુ બે વર્ષ સુધી H-1B માટે તક મેળવી શકે છે.

એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રહેવુ હોય તો એચ-1બી વિઝા બહુ જ જરૂરી છે. પરંતુ આ વિઝાની મર્યાદા નક્કી હોય છે. તેની જરૂરિયાત મુજબ જ વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. ગુજરાતીઓ માટે એચ-1બી વિઝા એટલે સ્વર્ગની ટિકિટ જેવુ હોય છે. આવામાં અમેરિકામાં સિટીઝનશિપ મેળવવા માટે એચ-1બી વિઝાનો બીજો રાઉન્ડ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો એચ-1બી વિઝા માટે પડાપડી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

અમેરિકાના H-1B વિઝા મેળવવાના ચક્કરમાં આવી કંપનીઓમાં ન ફસાતા, નહિ તો પસ્તાવો થશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More