Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Board 12th Result 2024 : આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેક

Board Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, આ વર્ષે 82.45 ટકા પરિણામ જાહેર થયું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે 

Gujarat Board 12th Result 2024 : આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેક

Gujarat Board Class 12th Result 2024: બોર્ડની પરાક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે  9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો. વેબસાઈટ ઉપરાંત વોટ્સએપ પર પણ તમને પરિણામ મળી જશે. શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે બે પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. બીજા મોટા સમાચાર એ પણ છે કે, ગુજકેટનું પરિણામ પણ આજે જ જાહેર થશે.

82.45 ટકા પરિણામ જાહેર
ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 31 હજાર વિદ્યાર્થીઓ હતા. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ₹4,89,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું  82.45 ટકા, તો સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલીનું પરિણામ સૌથી ઓછું આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૮ ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ ટકા ઊંચું આવ્યું છે. 

આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ

રિઝલ્ટ કેવી રીતે ચકાસી શકાય...
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. 

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ

GSEB HSC પરિણામ 2024 કેવી રીતે તપાસવું
સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર HSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરી શકાશે.
હવે GSEBની માર્કશીટ તમારી સામે હશે
ગુજરાત HSC માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાતમાં સરકારી નોકરીની નવી ઓફર, હાઈકોર્ટમાં થવાની છે મોટી ભરતી, અરજી પ્રક્રિયા શરૂ

SMS દ્વારા કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું

સૌપ્રથમ મેસેન્ઝિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઓપન કરો
નવો SMSટાઈપ કરો અને સીટ નંબર લખો, ઉદાહરણ તરીકે HSC 123456  
હવે ગુજરાત બોર્ડ દ્વારા SMS દ્વારા આપેલ નંબર 56263 દાખલ કરો
SMS મોકલો, હવે ગુજરાત બોર્ડ દ્વારા તમને જવાબ મળે તેની રાહ જુઓ

GSEB 12 Result Check by Whatsapp
ફોનમાં આ whatsapp નંબર 6357300971 સેવ કરી દો 
“Hi” કરીને મેસેજ આ નંબર પર મોકલવાનો રહેશે તમારી સામે ચેટ પ્રક્રિયા શરૂ થશે 
“Hi” મેસેજ કર્યા બાદ સામેથી જવાબ આપશે કે તમારો સીટ નંબર જણાવો.
ત્યારે તમારો રોલ નંબર અથવા સીટ નંબર જણાવવાનો રહેશે
તમારા રિઝલ્ટ ની વિગતો તમને whatsapp મેસેજના માધ્યમથી મિનિટોમાં મળી જશે

બિપીન પટેલ જીત્યા તો 2 લેઉવા પટેલની કારકિર્દી પર ખતરો! ભાજપના 3 નેતાઓ વચ્ચે રસાકસી

વિદ્યાર્થીઓ 6357300971 વોટ્સઅપ ઉપર પણ રિઝલ્ટ જાણી શકશે
આજે રાજ્યના 4 લાખ 77 હજાર 392 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે ગુજરાત બોર્ડના ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ગુજરાતમાં 11 થી 26 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ gseb.org ની વેબસાઈટ ઉપર રિઝલ્ટ જોઈ શકશે. તો સાથે જ વિદ્યાર્થીઓ 6357300971 વોટ્સઅપ ઉપર પણ રિઝલ્ટ જાણી શકશે. વિજ્ઞાન પ્રવાહના 1 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સામાન્ય પ્રવાહના 3 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2023 માં 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. ગત વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી. ગત વર્ષે 80.39 ટકા વિદ્યાર્થીનીઓનું પરિણામ રહ્યું, જ્યારે 67.03 ટકા વિદ્યાર્થીઓનું પરિણામ રહ્યું. જો કે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ 66.32 ટકા સાથે વધુ પરિણામ મેળવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.66 ટકા રહ્યું હતું. 

Met Gala 2024 માં ચમકેલી આ ગુજરાતણને જોઈ બધા પૂછી રહ્યાં છે, કોણ છે મોના પટેલ?

બોર્ડના પરિણામને રાજકીય રંગ નહિ અપાય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું આજે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે. 

દીકરાએ કેનેડા જઈ સંબંધ તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More