Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ

Earthquake in Kutch : એક જ સપ્તાહમાં કચ્છની ધરા ફરી ધ્રૂજી:4ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો... ખાવડાથી 30 કિમી દૂર પાક. સરહદે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું

કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો, સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ

Kutch News કચ્છ : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતની ધરા સતત ધૂર્જી રહી હતી. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહી છે. પરંતું હવે ગુજરાતમાં પણ ભૂકંપની સીઝન બદલાઈ છે. છેલ્લાં કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. 

કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 8:06 કલાકે 4.00ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે. 

બજેટ પહેલા ગ્રાહકોને મોટો ઝટકો, વધી ગયા ગેસના બોટલના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત

28 જાન્યુઆરીએ આવ્યો હતો આંચકો 
28 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી. મોરબીના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ સમયે કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

સતત આવી રહેલા ભૂકંપને કારણે હાલ સમગ્ર કચ્છમાં ડરનો માહોલ છે. હજી 26 જાન્યુઆરી જ ભૂકંપની વરસી ગઈ હતી. 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. 23 મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ લોકોને ધ્રુજાવી ગઈ હતી. 

Breaking News : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલીઓનો આદેશ છૂટ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More