Home> Gujarat
Advertisement
Prev
Next

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર, તહેવારો ટાણે તંત્રએ શું લીધો નિર્ણય?

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબર સોમવારના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આમ તો સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવે છે.

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર, તહેવારો ટાણે તંત્રએ શું લીધો નિર્ણય?

Statue of Unity: ગુજરાતમાં દિવાળીના વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. બે વર્ષ બાદ કોરોના મહામારી બાદ ગુજરાતીઓને દિવાળીનો તહેવાર મનાવવાનો મોકો મળ્યો છે, ત્યારે ગુજરાતીઓ ક્યાથી છોડે. આજે દેશ દુનિયાની અનેક મોટી હોટલો બુક થઈ ગઈ છે. ત્યારે દિવાળી વકેશનમાં લોકો પોતાના બાળકો અને પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય છે. ત્યારે દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબર સોમવારના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આમ તો સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળીને ધ્યાનમાં રાખીને આ સોમવારે સ્ટેચ્યુ અને તેના સંલગ્ન પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યા છે. 

આ પણ જુઓ વીડિયો:-

25 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન પ્રોજેકટ પર રજા રાખવામાં આવી છે. કોઈપણ પ્રકાર ની પૂછપરછ માટે 18002336600 પર સંપર્ક પણ કરી શકો છો. પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઈટ www.soutickets.in પરથી ટીકીટ બુક કરાવવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More