Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતીઓનું વાકું નસીબ : દર વર્ષે 2 લાખ NRI આવતા-જતા હોવા છતા અમેરિકાની કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી

Gujaratis In America : અમેરિકાની ફ્લાઈટમાં 60 ટકા ગુજરાતી છતાં ગુજરાતથી ડાયરેક્ટ ફ્લાઈટ નથી,,, દર વર્ષે 2 લાકથી વધુ NRG અમેરિકાતી ગુજરાત આવે છે,,, અમેરિકા અવર-જવાર માટે ગુજરાતીઓને દિલ્લી-મુંબઈથી ફ્લાઈટ બદલવી પડે છે જેથી સમયનો થાય છે વેડફાટ 
 

ગુજરાતીઓનું વાકું નસીબ : દર વર્ષે 2 લાખ NRI આવતા-જતા હોવા છતા અમેરિકાની કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી

America NRI News : આજકાલથી નહિ, વર્ષોથી ગુજરાતીઓ અમેરિકા અમેરિકા કરે છે. ગુજરાતીઓને અમેરિકાનું ઘેલુ લાગેલું છે. હવે તો સીધી રીતે વિઝા ન મળતા, ગેરકાયદેસર અમેરિકા પ્રવેશનારા પણ ગુજરાતીઓ વધારે છે. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે અમેરિકા જતી ફ્લાઈટમાં 60 ટકા ગુજરાતીઓ હોવા છતાં ગુજરાતથી અમેરિકાની કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. 

ગુજરાતના કોઈ પણ શહેરથી અમેરિકાની કોઈ પણ ડાયરેક્ટ ફ્લાઈટ નથી
અમેરિકા અવર-જવર કરતી કોઈપણ ફ્લાઇટમાં સરેરાશ 60 ટકા ગુજરાતી હોય છે. એટલુ જ નહિ, અમદાવાદના એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની સંખ્યામાં પણ 25 ટકાનો વધારો થયો છે. જેમાં મોટાભાગના એનઆરઆઈ અમેરિકાથી આવતા હોય છે. આમ છતાં ગુજરાતના કોઈ પણ શહેરથી અમેરિકાની કોઈ પણ ડાયરેક્ટ ફ્લાઈટ નથી. આ કારણે દર વર્ષે અમેરિકા આવતા જતા હજારો એનઆરઆઈને લાંબા રુટથી અમેરિકા જવુ આવવુ પડે છે. 

સુરતીઓને માથે મોટી ઘાત : ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત, એકનુ રીક્ષામાં બેઠા બેઠા મોત

ફ્લાઈટ બદલીને અમેરિકા પહોંચવુ પડે છે
હાલમાં ગુજરાતથી અમેરિકા જતાં મુસાફરોને દિલ્હી, મુંબઇ, બેંગલુરુથી ફ્લાઇટ બદલવી પડે છે. જેના કારણે સ્થિતિ એ સર્જાય છે કે, આ એરપોર્ટ પહોંચ્યા બાદ તેમને 9-10 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહેવું પડે છે. આ એરપોર્ટથી જ અમેરિકા જવા ચેક-ઇન, સિક્યુરિટીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ખાસ કરીને વૃદ્ધોને ભારે પરેશાની પડે છે.

અગાઉ ફ્લાઈટ હતી, તે બંધ કરાઈ
સૂત્રોના અનુસાર, અગાઉ 2007 ના વર્ષમાં અમદાવાદથી અમેરિકાની ડાયરેક્ટર ફ્લાઈટ શરૂ કરાઈ હતી, પરંતુ બાદમાં તે 2012 ના વર્ષમાં બંધ કરાઈ હતી. પછી ફરી શરૂ કરાઈ હતી, તે કોવિડ કાળમાં બંધ કરાઈ હતી. ગત વર્ષે પ્રમુખ સ્વામી મહોત્સવમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમેરિકાથી આવ્યા હતા, તેઓ પણ વાયા વાયા ગુજરાત પહોંચ્યા હતા. 

એક આંકડા અનુસાર, અમેરિકામાં 50 લાખથી વધુ ભારતીયો અને 17 લાખથી વધુ ગુજરાતીઓ રહે છે. દર વર્ષે બે લાખ જેટલા ગુજરાતીઓ વતનમાં આવતા જતા હોય છે. છતાં અમેરિકા ટુ ગુજરાતની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. 

ગુજરાતમાં ફરી વાવાઝોડાની આગાહી : અંબાલાલ પટેલની આગાહી આખું ડિસેમ્બર ટેન્શન કરાવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More