Home> Gujarat
Advertisement
Prev
Next

આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોથી ચાલતો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો

Patidar Samaj : નખત્રાણા ખાતે સનાતની શતાબ્દી મહોત્સવ થયો પૂર્ણ... સનાતની અને સતપંથી પટેલ સમાજના સાંપ્રદાયિક વિવાદ મામલે લેવાયો નિર્ણય... ઘરવાપસી નહીં કરાતા સમાજના દરવાજા હંમેશને માટે બંધ કરવાની જાહેરાત... 14 મે 2023 પછી કોઇ પણ સતપંથીને સમાજમાં પ્રવેશ નહીં અપાયા 

આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોથી ચાલતો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : લાંબા સમયથી કચ્છના કડવા પાટીદાર સમાજમાં ફેલાયેલી ઉતેજના આજે પરાકાષ્ઠાએ પહોંચી છે. જેનો હવે અંત આવ્યો છે. નખત્રાણા ખાતે સનાતની શતાબ્દી મહોત્સવ પૂર્ણ થતા આકરો નિર્ણય કરાયો છે. સમાજના ધારાધોરણ મુજબ ઘરવાપસી નહીં કરાતા સમાજના દરવાજા હંમેશને માટે બંધ કરવાની જાહેરાત કરાઈ છે. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના છઠ્ઠા અધિવેશનમાં ધાર્મિક, સામાજિક ઠરાવો પાસ કરાયા. જેમાં ઠરાવ નંબર 21,22, 24 ને લઈ સતપંથ સમાજ માટે દરવાજા બંધ કરાયા છે. પણ સામુહિક ધર્મ છોડીને આવશે તો હજુ પણ સ્વીકાર્ય તેવુ કહેવાય. 

સનાતની અને સતપંથી પટેલ સમાજનો સાંપ્રદાયિક વિવાદ મામલે નખત્રાણા ખાતે સનાતની શતાબ્દી મહોત્સવ પૂર્ણ થતા આકરો નિર્ણય કરાયો છે. આ કારણે સમગ્ર પાટીદાર સમાજમાં ઉચાટનો માહોલ જોવા મળ્યો છે. વર્ષોથી ચાલતો સાંપ્રદાયિક વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સમાજના ધારાધોરણ મુજબ ઘરવાપસી નહીં કરાતા સમાજના દરવાજા હંમેશને માટે બંધ કરવાની જાહેરાત આ મહોત્સવમાં કરાઈ છે. ઠરાવ નંબર 24 મુજબ ખાસ કિસ્સા સિવાય 14 મે 2023 પછી કોઇ પણ સતપંથીને સમાજમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આમ, કચ્છ કડવા પાટીદાર સમાજે સતપંથ સાથે છેડો ફાડ્યો. લાંબા સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજમાં આવેલી ઉત્તેજના હવે પરાકાષ્ટાએ પહોંચી છે. 

અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ

મહોત્સવમાં જણાવાયું કે, પરત આવવા આખા ગામના લોકો સંસ્થાની મિલકત સાથે વાપસી કરે એવી શરતો સાથે સ્વીકાર કરાશે. અગાઉ સમિતિના ચેરમેન ગોપાલભાઈએ ઘર વાપસી માટે અપીલ કરી હતી. ઉપપ્રમુખ જેન્તીભાઇ પટેલ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે સતપંથી સમાજ પીરાણા પંથીના લોકોને સાથે સામાજિક કોઈ વ્યવહાર રાખવો નહિ. 

તો બીજી તરફ સતપંથ સમાજના પ્રમુખ ડાહ્યાલાલ ઉકાણીએ આ અંગે Zee મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સનાતની સમજે અમારા સાથે કોઈ ચર્ચા નથી કરી અને હવે અમારી મિટિંગ તુરતમાં યોજાશે ત્યારે આ અંગે વિચાર વિમર્શ કરીને કોઈ પણ નિર્ણય લેવાશે. 

સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા
 
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ના છઠા અધિવેશન નખત્રાણા ખાતે સનાતની શતાબ્દી મહોત્સવ ના પાંચમા અને છેલ્લા દિવસે સમાજના બંધારણના ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા. જેમાં ઠરાવ 1 થી 20 સુધી જ્ઞાતિના સામાજિક રીત રિવાજો તેમજ અન્ય ઠરાવો સાથે જે સતપંથ સંપ્રદાયને લઈને સદીઓથી જે વિવાદો ચાલતા આવ્યા છે એને લઈને આ છઠા અધિવેશનમાં સાથે કચ્છ કડવા પાટીદાર સનાતનીનું પહેલું અધિવેશન બની રહ્યું છે. ઠરાવ નંબર.21 માં સતપંથ સમાજના લગ્ન અને મરણ પ્રસંગ ઠરાવ.22 માં સતપંથ સમાજ સાથે ધાર્મિક અને સામાજિકમાં ભાગ લેવા બાબત ઠરાવ ન.24 માં સતપંથ સંપ્રદાય સંપૂર્ણ પણે છોડી જેવા મુખ્ય ઠરાવો કચ્છ કડવા પાટીદાર સમાજના કચ્છ અને સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં સદસ્યોની હાજરીમાં ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા.

કોઈનો દીકરો, કોઈનો પતિ-પિતા પરત આવ્યા, જેલથી છુટેલા માછીમારોને જોઈને પરિવારો રડ્યા

કચ્છ કડવા પાટીદાર સનાતની શતાબ્દી મહોત્સવના છેલ્લા દિવસે દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. અધિવેશનમાં તે સાથે મહત્વના જ્ઞાતિના રિવાજોમાં જન્મ, મરણ, વિવાહ સાથે અન્ય પ્રસંગોમાં સમગ્ર ભારતભરમાં કચ્છ કડવા પાટીદારોના રીત રિવાજોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More