Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનો નવો અધ્યાય લખાશે : આજથી ડિજીટલ બનશે ગુજરાત વિધાનસભા, રાષ્ટ્રપતિએ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો

Gujarat Vidhansabha E-Vidhan : આજથી વિધાનસભાના ચોમાસાના સત્રની શરૂઆત... આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ વિધાનસભાનો પ્રારંભ કરાયો,,, રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કર્યું... 

ગુજરાતનો નવો અધ્યાય લખાશે : આજથી ડિજીટલ બનશે ગુજરાત વિધાનસભા, રાષ્ટ્રપતિએ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો

Gujarat Vidhan Sabha paperless : આજથી વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત થઈ છે. ગુજરાતની વિધાનસભા પૂરી રીતે ડિજીટલ બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે આજે ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાયો હતો. આજથી ગુજરાત વિધાનસભાની તમામ કાર્યવાહી ઓનલાઈન થશે, જેનાથી કાગળની બચત થશે, સાથે જ પર્યાવરણની પણ બચત થશે. મોદી સરકારનાં ડિજીટલ ઈન્ડીયાનાં સપનાને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિધાનસભા દ્વારા નવતર પહેલ કરવામાં આવી રહી છે. આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વિધાનસભામાં સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કર્યું. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શાસનના બે વર્ષ ના શાસન માટે અભિનંદન આપ્યા. મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ સતત સેવા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી. પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતની ધરતી પર મારા માટે હંમેશા સુખદ અનુભવ છે. ગુજરાત કે પાવન ભૂમી પર આવવું સુખદ અનુભૂતિ થાય છે. ગણતંત્રના મંદિરમાં સંબોધન કરવું આનંદની વાત છે. ગુજરાતની જનતાની સેવા ભુપેન્દ્રભાઈ નીરંતર કરે તેવી શુભેચ્છા છે. ગુજરાત ભારત અને ભારતવાસીઓ સાથે પોતાને જોયા છે. સમય પર વિધાનસભા અને મહત્વના પગલા લીધા છે. પાછળના બે દશકોમાં પર્યાવરણ શિક્ષા પશુધન અને સેવાઓ માટે અનેક પગલા લીધા છે. ઈ એસેમ્બલી નું ઉદ્ઘાટન આવું જ મહત્વપૂર્ણ પગલું છે. વિધાનસભા અને વિધાન પરિષદની બેસ્ટ પ્રેક્ટિસ જોઈ શકાશે. ગુજરાત સરકારને અભિનંદન આપું છુંસદન પ્રક્રિયા પેપર લેસ થવાથી પર્યાવરણ સુરક્ષીત થશે. મહાત્મા ગાંધીએ વિશ્વને નવી રાહ દેખાડી છે. સત્ય અને અહિંસા માટે વિશ્વ માટે આજે પણ મહત્વનું છે. પીએમ મોદી દેશને આગળ લઈ જઈ રહ્યા છે. માનવ સંસાધનના વિકાસ માટે સ્વાસ્થ્ય શિક્ષા વીજળી અને પાણી માટે ગુજરાત સરકાર ધ્યાન આપ્યું છે. 

ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણીથી ખોડલધામ અકળાયું, સ્વામીને આપી કડક શબ્દોમાં ચેતવણી

ઈવિધાનનો પ્રારંભ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું  આજનો દિવસ આપણા માટે ખાસ છે. વિશ્વ નેતા યશસ્વી પીએમ મેદી ડીજીટલ ભારત અને પેપર લેસ ગવર્મેટ માટે વિધાનસભામાં કામ શરૂ થઈ રહ્યું છે. વૈશ્વિક નેતા વિકાસની રાજનીતિના પ્રણેતા આજ ગુજરાતની ધરાના પુત્ર છે. પ્રશાસનિક જીવન પણ આજ ગૃહથી શરૂ થયું હતુંવન નેશન વન એપ્લિકેશનમાં ગુજરાત વિધાનસભામાં શરૂ થઈ ગયું છે. ભારત નેટ થતા ૭ હજારથી વધુ ગ્રામ પંચાયત બીજા તબક્કામાં ફાઈબર નેટથી જોડાવવા જઈ રહી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ૧૫૮ સેવાઓ ડિજીટલ માધ્યમ સાથે જોડી છે. ઈ સરકાર ના માધ્યમથી ૧૦ લાખથી વધુ ફાઈલ પ્રોસેસ થઈ રહી છે.  જી ૨૦ ની અધ્યક્ષતા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પીએમના માર્ગદર્શનમાં ગુજરાત અને દેશ આગળ વધી રહ્યો છે. 

રાજસ્થાનમાં 12 ગુજરાતીઓને કાળમુખી ટ્રકે કચડ્યા, હાઈવે પર વેરવિખેર પડ્યા હતા મૃતદેહો

સાંસદો માટે વેલમાં અલગ જગ્યા બનાવાઈ
આજે ખાસ દિવસ હોવાથી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો સાથે સાંસદોની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. વિધાનસભા વેલમાં સાંસદોની અલાયદી બેઠક વ્યવસ્થા કરાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં. તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ પણ ઉપસ્થિત રહ્યાં. રાજ્યસભા લોકસભાના સાંસદો પણ ઉપસ્થિત રહ્યાં. 

બ્રેકિંગ ન્યૂઝ : રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીના મોત, મથુરા જઈ રહ્યા હતા

અલ્પેશ ઠાકોર મોડા પહોંચ્યા 
વિધાનસભામાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મોડા પોહોંચ્યા હતા. રાષ્ટ્રપતિના આગમન બાદ રાષ્ટ્રગાન સમયે અલ્પેશ ઠાકોર બેઠક પર પહોંચ્યા હતા. રાષ્ટ્રગાન વખતે પોતાની જગ્યાએ ઉભા રહી જવાની જગ્યાએ કલ્પેશ ઠાકોર દોડીને પોતાની જગ્યાએ પહોંચ્યા હતા. 

પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની આજથી શરૂઆત થશે. ગૃહ, સામાન્ય વહિવટ વિભાગ સહિતની બાબતો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. વિવિધ વિભાગોના અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More