Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Elections 2022: આપનો માસ્ટરસ્ટ્રોક, પાર્ટીના સૌથી લોકપ્રિય નેતાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી

Raghav Chadha: ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે, જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય. તેથી આમ આદમી પાર્ટી એવા નેતાને ગુજરાતમાં લઈ આવી જે યુવાઓમા લોકપ્રિય છે

Gujarat Elections 2022: આપનો માસ્ટરસ્ટ્રોક, પાર્ટીના સૌથી લોકપ્રિય નેતાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી

ગૌરવ પટેલ/અમદાવાદ :આમ આદમી પાર્ટી ગુજરાતના પંજાબની તર્જ પર ચૂંટણી જીતવા માંગે છે. તે માટે હવે તે ગુજરાતમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાની ગુજરાતમા નિમણૂંક કરી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત જે નેતાને કારણે થઈ અને પંજાબમાં સહપ્રભારી રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ છે. AAP ના રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી બનાવાયા છે. દિલ્લી, પંજાબ પછી ગુજરાતની જવાબદારી સોંપાઈ છે. 

ગુજરાતમાં AAP નો મોટો દાવ
રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ ગણાય છે. યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિય છે. આ પહેલા તેઓ દિલ્હી અને પંજાબમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે હવે આપે તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી છે. રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાઓની વચ્ચે આમ આદમી પાર્ટી જોરશોરથી ઉતરવાની તૈયારી કરી રહી છે.  

આ પણ વાંચો : ગુજરાતમાં કોણ છે દીકરીઓના દુશ્મન, ક્યાં સુધી આવી રીતે માનવતા શર્મશાર થતી રહેશે

ગુજરાતને આવા નેતાની જરૂર
સૂત્રોનું કહેવુ છે કે, ગુજરાતને આમ આદમી પાર્ટીને સારો ફીડબેક મળી રહ્યો છે. ગુજરાતના લોકો આવા ભરોસાપાત્ર ચહેરા પર વિશ્વાસ જીતવા માંગે છે, જે ખુદ સક્ષમ હોય. તેમજ બાકીની પાર્ટીના રિમોટ કન્ટ્રોલ્ડ નેતાઓની જેમ ઈશારા પર ચાલનારો ન હોય.

ગુજરાતમાં સક્રિય છે રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતમા એક્ટિવ છે અને ટ્વિટર પર તેઓ સક્રિય રહે છે. આ વચ્ચે તેઓ ગુજરાતની મુલાકાત પણ કરતા રહે છે અને ઈલેક્શને લઈને ગુજરાતના નેતાઓ સાથે બેઠકો પણ યોજે છે. તેઓ પંદર દિવસ પહેલા પણ ગુજરાત આવ્યા હતા અને બીજેપીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ પાર્ટીના નકલી ગુજરાત મોડલ અને કેજરીવાલના અસલી શાસનની વચ્ચે હશે.

ગુજરાત ભાજપ પર વાર
આ પહેલા ગુજરાત આપના મહાસચિવ મનોજ સોરઠિયા પર સુરતમાં અંદાજે 10 લોકોના ગ્રૂપે હુમલો કર્યો હતો. ત્યારે રાઘવ ચઢ્ઢાએ બીજેપીને આડે હાથ લીધા હતા. તેઓ સતત ગુજરાતની રાજકીય સ્થિતિ પર નજર બનાવી રહ્યાં છે અને ગુજરાતને લઈને ટ્વીટ પણ કરી રહ્યાં છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More