Home> Gujarat
Advertisement
Prev
Next

ભુજ પોલીસનો નવતર પ્રયોગ, "પ્રતિભાવ" એપ દ્વારા જિલ્લા પોલીસવડાને આપી શકાશે ફીડબેક

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે.  પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.

ભુજ પોલીસનો નવતર પ્રયોગ,

રાજેન્દ્ર ઠક્કર/ભુજ : પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે.  પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.

ફરિયાદ કે રજૂઆત માટે આવતા અરજદારો પોતાની ફરિયાદ કે રજૂઆત સંબંધે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અધિકારી કે કર્મચારીઓનું મૂલ્યાંકન પોલીસની વર્તણુકના આધારે થાય તે માટે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ મશીન મારફતે લોકો પોતાના મંતવ્યો સીધેસીધા જિલ્લા પોલીસવડાને આપી શકે એ આ પ્રતિભાવ એપ દ્વારા શક્ય બનશે. 

આ માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં જિલ્લા પોલીસ વાળા દ્વારા "પ્રતિભાવ" નામના પ્રોજેક્ટ અંતર્ગત ફીડબેક મશીનનો ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ હતું. આ ફીડબેક મશીન દ્વારા લોકોના પ્રતિભાવનું વિશ્લેષણ કરવામાં આવશે. ફીડબેક મશીનનું આમ જનતાને લાભ લઇ પોલીસની કામગીરી અને વર્તણૂંક સંબંધે મંતવ્ય આપવા ભુજ શહેરની જાહેર જનતાને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પ્રતિભાવ સોફ્ટવેરમાં લોકો પોતાના પ્રતિભાવ આપી શકે એવી ઓટોમેટિકલી અને એનું નામ પણ ગુપ્ત રહે જિલ્લા પોલીસ વડાના ડાયરેક્શન હેઠળ ડાયરેક્ટ ત્યાં જ સંચાલન થશે. તો પોલીસ દ્વારા એક લૂંટ કેસમાં તુરત જ પગલાં લઇ અને થોડા સમયમાં જ લૂંટારૂઓને જેલ ભેગા કર્યા હતા એ અંગે લોહાણા સમાજ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More