Home> Gujarat
Advertisement
Prev
Next

Bhuj Gujarat Chutani Result 2022 ભુજમાં ભાજપની ભવ્ય જીત, કેશવલાલ પટેલે કોંગ્રેસના અરજણ ભૂડિયાને હરાવ્યા

Bhuj Gujarat Election Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Bhuj Gujarat Chutani Result 2022 ભુજમાં ભાજપની ભવ્ય જીત, કેશવલાલ પટેલે કોંગ્રેસના અરજણ ભૂડિયાને હરાવ્યા

Bhuj Gujarat Chutani Result 2022: ભુજ કચ્છનું પાટનગર ગણવામાં આવે છે અને ભુજ કચ્છના સેન્ટરમાં હોવાથી અહીંથી તમામ તાલુકામાં અને પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડી શકાય છે, ત્યારે ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવાની વાત પણ અનેક વાર ઊભી થઈ છે. ઉપરાંત અનેક રાજકીય હોદ્દેદારોએ પણ આ અંગે પોતાના પ્રવચનમાં વાતનો ઉલ્લેખ પણ કર્યો છે.

ભુજમાં ભાજપની જીત
કચ્છની ભુજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ. કેશવ પટેલ 60000થી વધુ મતો સાથે વિજયી બન્યા. જીત બાદ તેમણે ભાજપના વિકાસની યાત્રામાં કચ્છની 6 બેઠકોએ વેગ આપ્યા હોવાનું જણાવ્યું. તો કૉંગ્રેસે અરજણભાઈ ભૂડિયાની હાર થઈ છે. ભુજ બેઠક પર છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થઈ રહ્યો છે.

ભુજમાં ભાજપની જીત
કચ્છની ભુજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ. કેશુભાઈ પટેલ 60000થી વધુ મતો સાથે વિજયી બન્યા. જીત બાદ તેમણે ભાજપના વિકાસની યાત્રામાં કચ્છની 6 બેઠકોએ વેગ આપ્યા હોવાનું જણાવ્યું. 

કચ્છની 6 બેઠકો પર ભાજપની જીત 
કચ્છની તમામ 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યાં છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના સમર્થકોની ભીડ ઉમટી હતી. ઢોલ શરણાઈ વગાડી અને હાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી રહી છે. ભારે રસાકસી બાદ રાપરની બેઠક ભાજપે પરત મેળવી છે. ત્યારે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી છવાઈ છે. 

ભુજ વિધાનસભા બેઠકઃ -
ભુજ મતવિસ્તારની વિધાનસભા સીટ પર કુલ 2,90,976 મતદારો છે, જે પૈકી 1,48,211 પુરુષ મતદારો છે. જ્યારે 1,42,764 મહિલા મતદારો છે અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે. કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે.ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.

મુદ્દાઃ-
- આ વિસ્તારના લોકોની મુખ્ય માગ નર્મદાના નીરની છે. 
- ખેડૂતોના ખેતરોમાં વીજ ફિડરોની માગ છે.
- રખડતા ઢોરનો ત્રાસ અને ગટરના પાણીની સમસ્યા છે. 
- ભુજોડી ઓવરબ્રિજ, ભુજીયા ડુંગર પરનો પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ વગેરે વિકાસના કાર્યો અધૂરા છે. 

2022ની ચૂંટણી: - 
ભુજ વિધાનસભા બેઠક પર આ વખતે પાટીદારો વચ્ચે જંગ છે કારણ કે ત્રણેય પક્ષે પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    કેશુભાઈ પટેલ
કોંગ્રેસ     અરજણ ભૂડિયા
આપ    રાજેશ પિંડોરીયા

2017ની ચૂંટણી: -
વર્ષ 2017માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2017માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,55,823 મતદારો પૈકી કુલ 1,70,677 મતદારોએ મત આપ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 86,532 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીને 72,510 મત મળ્યા હતા. 2017માં પણ ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 86,532 મત મેળવી વિજેતા બન્યા હતા.

2012ની ચૂંટણી: -
વર્ષ 2012માં ભુજ વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વર્ષ 2012માં ભુજ મતવિસ્તારની વિધાનસભા બેઠક માટે 2,23,841 મતદારો પૈકી કુલ 1,54,017 મતદારોએ મત આપ્યા હતા. ભુજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમીરઅલી લોઢીયાને 60,201 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ડૉ. નિમાબેન આચાર્યને 69,174 મત મળ્યા હતા અને 2012માં ભુજની વિધાનસભા બેઠક માટે ડૉ. નિમાબેન આચાર્ય 69,174 મત મેળવી વિજેતા બન્યા હતા. જે આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More