Home> Gujarat
Advertisement
Prev
Next

‘તમે મને પોલીસ સ્ટેશન લાવ્યા છો, બધાને જોઈ લઈશ..’ ભાવનગરના PIએ ચિક્કાર દારૂ પીને અમદાવાદમાં આપી ધમકી

અમદાવાદના એસ.પી રીંગ રોડ પર કાયદાના રક્ષકે દારૂની નશામા ધૂત કાયદો હાથમા લેતા પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને ઈન્ચાર્જ પીઆઈએ પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂંક કરી હતી. પોલીસ અધિકારી સામે વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

‘તમે મને પોલીસ સ્ટેશન લાવ્યા છો, બધાને જોઈ લઈશ..’ ભાવનગરના PIએ ચિક્કાર દારૂ પીને અમદાવાદમાં આપી ધમકી

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના એસ.પી રીંગ રોડ પર કાયદાના રક્ષકે દારૂની નશામા ધૂત કાયદો હાથમા લેતા પોલીસે તેની ધરપકડ કરી છે. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને ઈન્ચાર્જ પીઆઈએ પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂંક કરી હતી. પોલીસ અધિકારી સામે વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદના સોલા વિસ્તારમા આવેલા એસ. પી. રિંગ રોડ પરના ભાડજ સર્કલ પર આજે એક અજીબ ઘટના બની હતી. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ. એચ. યાદવે દારૂના નશામા ધૂત થઈને લોકો સાથે મારામારી કરી હતી. સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલને જાણ કરતા સોલા પોલીસની ટીમ પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશન લાવી હતી. કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો હોઈ તેમ સતત છ કલાક સુધી પોલીસ સ્ટેશનને માથે લીધું હતું. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી. એટલુ જ નહિ યાદવે પોતાની ખાખીનો રોફ જમાવીને દાદાગીરી કરી અને પોલીસ કોન્સ્ટેબલને ધમકાવીને કહ્યું કે, ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’ તેવી ધમકી આપી હતી. 

કાળજાના કટકાને પિતાએ 5000માં વેચી, અને પછી તરુણી એક પછી એક પથારીમાં ફરતી રહી...

એમ. એચ. યાદવે અમદાવાદના પોલીસ સ્ટેશનમા ધમાલ મચાવીને તોડફોડ કરી હતી. છ કલાક સુધી પીઆઈ યાદવના હાઈ વોલ્ટેજ ડ્રામાથી કંટાળીને પોલીસે તેને દોરડાથી બાંધી દીધો અને હાથમા હથકડી પહેરાવી હતી. આ દરમ્યાન તેણે એક કોન્સ્ટેબલનું ગળું પણ દબાવ્યુ હતું. એક પોલીસ અધિકારી તરીકે આ પ્રકારનુ કૃત્ય પોલીસની છબીને શર્મશાર કરી રહી હતી. જેથી સોલા પોલીસ સ્ટેશનના પીઆઈએ જે.પી. જાડેજાએ ખુદ ફરિયાદી બનીને તેની સામે બે ગુના દાખલ કર્યા..

મહેસાણા : હત્યારી પત્નીનો ભાંડો ફૂટ્યો, પતિની હત્યા છુપાવવા 5 દિવસ સામાન્ય રહેવાનો ડોળ કર્યો, પણ...

દારૂના નશામા ધૂત પોલીસ અધિકારી એમ એચ યાદવ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમા ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવે છે. ગાંધીનગરમા સરગાસણ પાસે સ્વાગત ફ્લેમિંગોમાં રહે છે. ભાવનગરથી રજા લઈને અમદાવાદ કોઈ પ્રસંગમા આવ્યા અને દારૂ પીધો હોવાનુ પોલીસ તપાસમા ખૂંલ્યુ છે. પરંતુ કાયદાના રક્ષકનો રાક્ષસ જેવુ વર્તન જોઈને પોલીસ પણ આશ્ચર્યમા મૂકાઈ હતી.. સોલા પોલીસે આ ઘટનાના પગલે ઈન્ચાર્જ પીઆઈ યાદવ વિરુદ્ધ દારૂના કેસ અને પોલીસની ફરજમા રૂકાવટ બદલનો ગુનો નોંધીને ધરપકડ કરવામા આવી છે.

પીઆઈ યાદવ અગાઉ અમદાવાદમા ઝોન 5 સ્કોર્ડ અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવી ચૂક્યા હતા. દારૂના નશામાં સતત છ કલાક સુધી પોલીસ સ્ટેશનમા ધમાલ કરતા પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ ગંભીર નોંધ લીધી છે. યાદવે દારૂ સિવાય અન્ય નશાયુક્ત વસ્તુનું સેવન કર્યું હોવાની શકયતાને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત યાદવના આ કૃત્યના પગલે આગામી સમયમા સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસની પણ કાર્યવાહી શઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More