Home> Gujarat
Advertisement
Prev
Next

 ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો 

 ભાવનગર : BJP ની બે મહિલા નેતાઓએ માંગી 3 લાખની લાંચ, વાયરલ ઓડિયોમાં ભાંડો ફૂટ્યો 
  • આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા
  • આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર ભાજપમાં વિવાદ સળગ્યો છે. ભાજપા મહિલા મોરચાના બે આગેવાન કાર્યકરોનો રૂપિયા માંગતો ઓડિયો વીડિયો વાયરલ થયો છે. પતિ-પત્નીના સમાધાન કરાવવાના કેસમાં આ ઓડિયો વાયરલ થયો છે. જોકે, આ પ્રવૃત્તિને ગંભીરતા લઈને હોદ્દા પરથી દુર કરવાનો નિર્ણય લેવાયો છે.

સમાધાન કરવા 3 લાખ માંગ્યા હતા 
ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા આગેવાન કોમલ ત્રિવેદી અને બીના જોષીએ પતિ પત્નીનું સમાધાન કરવાના મામલામાં રૂપિયા માંગ્યા હતા. ત્યારે સમાધાન જેવા સામાન્ય કેસમાં ત્રણ લાખ રૂપિયા જેવી માતબર રકમ માંગ્યાનો ઓડિયો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. 

આ પણ વાંચો : રમેશચંદ્ર ફેફરનો કલ્કી અવતારના દાવા વિશે ડોક્ટર કહે છે, આવા લોકોને મહાનતાનો ભ્રમ થાય છે  

શું હતો સમગ્ર મામલો
ભાવનગરના પિષુયભાઈ ભુંભાણીના પત્ની સાથે તેમનો વિખવાદ ચાલી રહ્યો હતો. પત્નીને પરત લાવવા તેમણે માનવ અધિકાર નિગરાનીમાં ફરિયાદ કરી હતી. ત્યારે ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીએ તેમને સમગ્ર કેસ પતાવવાની વાત કરી હતી. આ કામ માટે તેમણે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. એટલુ જ નહિ, આ કેસ પતાવવા ગુંડાઓનો ઉપયોગ કરવાની પણ ખાતરી આપી હતી. તેમણે આ કામ કરાવવા પિયુષભાઈ પર દબાણ કર્યું હતું. 

જોકે, સમગ્ર મામલો વાયરલ ઓડિયો અને વીડિયો ક્લિપ થકી બહાર આવ્યો હતો. જેથી બંનેને હોદ્દા પરથી દૂર કરવાનો પક્ષ દ્વારા નિર્ણય કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More