Home> Gujarat
Advertisement
Prev
Next

લગ્ને લગ્ને કુંવારો તે આનું નામ! સિરાજને લઈ મોટો ખુલાસો; યુવતીઓ સાથે શરીરસુખ માણી, મોટી રકમ વસૂલી

વિધર્મી યુવકે મેહુલ પટેલ નામ ધારણ કરી બે વિદ્યાર્થીનીઓને નિશાન બનાવનાર ૩ બાળકોના પિતાને ભરૂચ પોલીસે ઝડપી પાડયો છે. વાગરાના લીમડી ખાતે રહેતા મૂળ પગૂંથણ ગામના સિરાજ રૂસ્તમ પટેલની ધરપકડ કરી છે.

લગ્ને લગ્ને કુંવારો તે આનું નામ! સિરાજને લઈ મોટો ખુલાસો; યુવતીઓ સાથે શરીરસુખ માણી, મોટી રકમ વસૂલી

ભરત ચુડાસમા/ભરૂચ: થોડા દિવસ પહેલાં ભરૂચ શહેરમાંથી સામે આવેલા લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી સિરાજ પટેલ સામે વધુ એક હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સિરાજ રૂસ્તમ પટેલે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિંદુ યુવતીઓ પર બળાત્કાર ગુજારવા સાથે મોટી રકમ વસૂલી હોવાની ઘટના સામે આવી છે અને આ સિરાજ રૂસ્તમ પટેલ 3 સંતાનો પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની હિન્દુ યુવતીઓને નિશાન બનાવતો હોવાનો ભાંડો ફૂટ્યો છે.

દાદા અને મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ?દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો

થોડા દિવસ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં હિન્દુ યુવતીને મેહુલ કનુ પટેલ તરીકે ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી બળાત્કારના પ્રકરણની ફરિયાદ નોંધાઈ હતી અને આજ સિરાજ રુસ્તમ પટેલે ભરૂચ તાલુકાના એક ગામની મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને પણ ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી બળાત્કાર ગુજારવા સાથે 67,000 પડાવ્યા હોવાની વધુ એક ઘટના સામે આવતા સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. 

પ્રદીપસિંહને જેમાં રસ હતો એ કોલેજનું રાજકારણ પુરૂ કરશે સરકાર, ભૂપેન્દ્ર ભાઈ PM મોદી

ભરૂચના એક ગામમાં 3 સંતાનના પિતાએ હિન્દુ તરીકે ઓળખ આપી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારીઓ હોવાની ફરિયાદ બાદ આજ નરાધમે instagram ઉપર આદિવાસી તરીકે ગૌતમ વસાવાની આઈડી બનાવી આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારી તેના ફોટા પાડી 67 હજારની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય હોવાની માહિતી સામે આવી છે.

અ'વાદના રસ્તાઓ બન્યા ઘાતક! વધુ એક હિટ એન્ડ રનની ઘટનામા 22 વર્ષીય યુવાને જિદગી ગુમાવી

ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી પરિવારે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને સોશિયલ મીડિયાના instagram ઉપર ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ચેટિંગ કરી અસલી નામ સિરાજ રૂસ્તમ પટેલ છુપાવી સાથે 3 સંતાનનો પિતા હોવાનું પણ છુપાવી આદિવાસી તરીકે ઓળખ આપી ભોગ બનનાર યુવતીને ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી આરાધના હોટલમાં ગુજરાત સ્થાપના દિવસે જ પહેલી મેના રોજ લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજારીયો હતો અને સાથે તેના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનાર પાસે 67,000 ઉપરાંત ની રકમ પડાવી હતી. 

ગાંધીનગર RTOમાં શોર્ટકટથી લાયસન્સ લેનાર નબીરા ચેતી જજો! ગુનામાં ઉમેરી નવી કલમ!

ઉલ્લેખનીય છે કે આજ ઇસમે કે થોડા દિવસ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં હિન્દુ યુવતીને મેહુલ કનુ પટેલ તરીકે ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી.

બગોદરા હાઈ-વે મરણ ચિચિયારીથી ગુંજ્યો: અનેક નેતાઓએ ટ્વીટ કર્યું, શક્તિસિંહે સરકારને..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More