Home> Gujarat
Advertisement
Prev
Next

ભરૂચની નર્મદા ચોકડી પાસેથી 600 કિલો ગાંજા સાથે બેની ધરપકડ

નાર્કોટિક્સ વિભાગે અકંલેશ્ર્વરમાં આવેલ નર્મદા ચોકડી પાસેથી 591 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ ગાંજો ઓડિશાથી ગુજરાતમાં લાવી નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો.   

 ભરૂચની નર્મદા ચોકડી પાસેથી 600 કિલો ગાંજા સાથે બેની ધરપકડ

ભરૂચઃ નાર્કોટિક્સ વિભાગે આશરે બે કરોડાના ગાંજા સાથે પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. નાર્કો વિભાગનુ કહેવું છે કે ગુરવારે સાંજે બાતમીના આધારે યુ.પીના બે વતની ઓડિશાથી ગાંજો લઈને આવી રહ્યા છે તે બાતમીના આધારે ઝડપી પાડ્યો.  ત્યાર બાદ આ ગાંજાને લેવા માટે અન્ય હોલસેલના વેપારીએ ગુજરાતમાંથી આવવાના છે જેથી નાર્કો વિભાગે પ્લાનિંગ કરી અન્ય લોકોને ઝડપી પાડ્યો છે.

ઓડિશાથી આ ગાંજો ટ્રકમાં ગુજરાત લવાયો હતો. જેથી નાર્કો વિભાગે પહેલા પ્રમોદ અને શીશુપાલ નામના બે ડ્રાઈવરને ઝડપી પાડ્યા હતા. નાર્કો વિભાગે પૂછપરછ હાથ ધરી તો ખ્યાલ આવ્યો કે  આ ગાંજો લેવા માટે સુરતનો કમલ લોચન નામનો એક વ્યકિત આવી રહ્યો છે જેથી કમલ સુરતથી માલ લેવા આવ્યો અને નાર્કો વિભાગે તેને પણ ઝડપી પાડ્યો હતો. કમલ બાદ વારો હતો ભરુચના વેપારી એવા મનિષ પરમારનો અને કમલની જેમ મનિષ પણ ગિરફતમાં આવી ગયો હતો. પરંતુ અમદાવાદથી પણ એક વેપારી ગાંજો લેવા આવી રહ્યો છે તે માહિતીના આધારે નાર્કો વિભાગે વોચ ગોઠવી બેઠી હતી અને એક મહિલા અને એક વ્યકિત આવ્યો પરંતુ પોલીસને જોઈ કારમાં આવેલો વ્યકિત ભાગી ગયો પરંતુ મહિલા પોલીસ ગિરફતમાં આવી ગઈ.

નોંધનીય છે કે નાર્કો વિભાગે એક વર્નાકાર,ટ્રક,સહિત અન્ય વાહનો કબ્જે કર્યા છે.  આ લોકોને ઓડિશાથી આ ગાંજો કોણ સપ્લાય કરતો હતો અને અત્યાર સુધીમાં કેટલા કરોડનો ગાંજો સપ્લાય થઈ ચુક્યો છે તેની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More