Home> Gujarat
Advertisement
Prev
Next

ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા

બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,
 

ભારતીય જનતા પાર્ટી વેપારીઓ અને તાનાશાહીઓના હાથમાં છે: શત્રુધ્ન સિન્હા
Updated: Apr 20, 2019, 06:34 PM IST

રવિ અગ્રવાલ/વડોદરા: બિહારી બાબુ શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મને અટલ બિહારી બાજપેયએ મને ભાજપ સાથે જોડાણ કરાવ્યું હતું. અડવાણીજીએ મને રાજકારણ શીખવાડ્યું હતું. ભાજપના અટલજી અને અડવાણીજીના કારણે હું કેબીનેટ મંત્રી બન્યો અને મે તમામ સારા કાર્યો કર્યા હતા. શત્રુધ્ન સિંન્હાએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક ‘કચ્છ’નું ચૂંટણી ગણિત

મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, 2014માં વડાપ્રધાન મોદીએ વડોદરાને એઇમ્સ આપવાની વાત કરી હતી. પણ વાયદાઓ પૂરા નથી કર્યા. મોદી હૈ તું મુનકીન હૈના ખોખલા નારાઓ લગાવી રહ્યા છે. મનમોહન સરકાર બની તે દરમિયાન રાહુલગાંધીએ પરિપક્વતા હાસલ કરી હતી. તેમણે અધ્યક્ષ  બનતાની સાથે જ રાજસ્થાન, છત્તીસગઠ, અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે સરકારી બનાવી છે. જેના પરથી સાબિત થાય છે, કે પપ્પુ કોણ છે અને ફેકું કોણ છે.

ગણપત વસાવાનું વિવાદિત નિવેદન, રાહુલ ગાંધીને કહ્યું પૂંછડી પટપટાવતું ગલુડિયું

ભારતીય જનતા પાર્ટી અત્યારે વ્યાપારીઓના હાથમાં ચાલી ગઇ છે. વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી લોકશાહીના બદલે તાનાશાહીઓના હાથ આવી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘમંડ આવી ગયો છે. વધુમાં શત્રુધ્ન સિંન્હાએ કહ્યું કે, નોટબંધીથી દેશને જોરદાર નુકશાન થયું છે. નોટબંધીને શત્રુધ્ન સિન્હાએ મોટી લૂંટ જણાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે