Home> Gujarat
Advertisement
Prev
Next

દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ

Proud Daughters : એક પિતા માટે સૌથી મહત્વું એ હોય છે કે તેના સંતાનો ઠરીઠામ થાય... ત્યારે બનાસકાંઠાના એક ખેડૂત પરિવારમાં જન્મેલી પાંચ દીકરીઓ પિતાનું નામ ગુંજતુ કર્યું છે 

દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ

Today Positive Story : એક સમય હતો જ્યારે ઘરમાં દીકરીનો જન્મ થાય તો પરિવારજનોનું મોઢું પડી જતુ હતું. પરંતુ સમયે એવી કરવટ બદલી છે કે આજે દીકરીના જન્મ પર પિતાને જન્મોજન્મની ખુશી થાય છે. તેમાં પણ દીકરીઓ સમાજમાં નામ કમાવે તો પિતાનું માથું ગર્વથી ઉંચુ થઈ જતું હોય છે. બનાસકાંઠાના એક ખેડૂતની છાતી ગદગદ ફૂલી જાય છે જ્યારે તેમની 5 દીકરીઓનો ઉલ્લેખ થાય છે. 8 પાસ ખે઼ડૂત પિતાની 5 દીકરીઓમાંથી આજે કોઈ શિક્ષક છે, કોઈ ઈજનેર છે, કોઈ ક્લાર્ક છે તો કોઈ ડોક્ટર. 

દિયોદર તાલુકાના ભેંસાણા ગામનો ચૌધરી પરિવાર કન્યા કેળવણીનું સાચું ઘરેણું છે. બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ભેંસાણા ગામ આવેલું છે. જ્યાં ખેમાભાઈ ચૌધરીનો મોટો પરિવાર રહે છે. આ ચૌધરી પરિવાર તેમની દીકરીઓને કારણે વખણાય છે. ખેમાભાઈ અને તેમના પત્ની નાવીબહેન બહુ ભણ્યા નથી, પરંતુ તેમની પાંચેય દીકરીઓને ભણાવવામાં તેઓએ કોઈ કચાશ ન રાખી. તેમની પાંચેય દીકરીઓ સરકારી શાળામાં ભણીને આગળ આવી છે, છતા આજે પિતાનું નામ ગર્વવન્તું કર્યું છે. 

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત

8 પાસ ખેમાભાઈએ પોતાની પાંચેય દીકરીઓને ઉચ્ચ અને ગુણવત્તાભર્યં શિક્ષણ અપાવ્યું છે. તેમની દીકરીઓની વાત કરીએ તો...

  • સૌથી મોટી દીકરી વિમુબેન ભાભર તાલુકાના મીઠા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે
  • બીજા નંબરની દીકરી પ્રેમીલાબેન દિયોદર પ્રાંત કચેરીમાં ક્લાર્ક છે, હવે ટૂંક સમયમાં નાયબ મામલતદારનું પ્રમોશન આવશે
  • ત્રીજા નંબરની દીકરી વર્ષાબેન કમ્પ્યૂટર એન્જિનિયર છે
  • ચોથા નંબરની દીકરી મનીષાબેન જામનગર મેડિકલ કોલેજમાં પીજીનો અભ્યાસ કરે છે
  • પાંચમા નંબરની દીકરી જિજ્ઞાશાબેન સરકારી શાળાના બાળકોને ભણાવે છે 

આમ, બનાસકાંઠાનો ખેડૂત પરિવાર આખા ગુજરાત માટે ઉદાહરણ રૂપ છે. કારણ કે, સરકારી શાળામાં ભણતર મેળવીને આગળ વધવું એ બતાવે છે કે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓ કરતા કમ નથી. 

સીઝનની શરૂઆતમાં ન ખાતા કેરી, અને બોક્સમાં જો કેમિકલની પકીડી મૂકેલી હોય તો સાવધાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More