Home> Gujarat
Advertisement
Prev
Next

હવે કિંજલ દવે નહિ ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ

 કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગીત ફરીથી વિવાદમાં સપડાયું છે. કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉ ગીત પર કોર્ટ દ્વારા પ્રતિબંધન મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના યુવકે કોપી રાઈટનો દાવો કરતા કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઈન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી દેવાનો આદેશ કરાયો છે. 

હવે કિંજલ દવે નહિ ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ

જાવેદ સૈયદ/અમદાવાદ : કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગીત ફરીથી વિવાદમાં સપડાયું છે. કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉ ગીત પર કોર્ટ દ્વારા પ્રતિબંધન મૂકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના યુવકે કોપી રાઈટનો દાવો કરતા કોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઈન્ટરનેટ પરથી પણ આ ગીત હટાવી દેવાનો આદેશ કરાયો છે. 

ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ તરીકે ઓળખાતા એક યુવકે દાવો કર્યો છે કે, ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત તેણે લખ્યું અને ગાયું છે. તેણે કમર્શિયલ કોર્ટમાં આ અંગે અરજી કરતા કોર્ટે કિંજલ દવેના ગીત પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ આ ગીત કોઈને ન વેચવાનો આદેશ પણ કર્યો છે. આ અંગે આગામી સુનવણી 22 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે. કિંજલ દવેને કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત નહિ ગાવા માટે કોમર્શિયલ કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. કોમર્શિયલ કોર્ટના વચગાળાના હુકમને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ પરથી હટાવી પણ આદેશ કરાયો છે.

અરજદાર યુવકે જે અરજી કરી છે તે મુજબ, કિંજલ દવેએ જે ગીત ગાયું છે અને ઈન્ટરનેટ પર મૂક્યુ છે તે પોતે લખ્યુ અને ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More