Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ

જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. 

ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ

મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. 

પ્લીઝ પાસ કરી દો...લખીને પુરવણીમાં પૈસા મુકશો તો મરશો! જાણી લેજો ગેરરીતિના નવા નિયમ

આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. 

ગુજરાતમાં સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આનંદો! મફત પરિવહન સેવા જાહેર

જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

ગુજરાતમાં PM મોદીના પ્લોટ પર બનશે 16 માળની બિલ્ડીંગ, જેટલીનો પ્લોટ પણ મર્જ કરાશે

તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા- આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860 ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઉક્ત જાહેરનામું આગામી તા.13/05/2024 સુધી અમલમાં રહેશે. 

'ઘરનો શીરો ખીચડી બરાબર, પારકાની ગંધાતી ખીચડી માવા બરાબર' કેમ ગિન્નાયા નીતિનકાકા?

જામનગર જિલ્લામાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત
ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ @ કોદારા ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન- એ ટાપુ અને અનનોન- બી ટાપુ- આ તમામ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

ગુજરાત સરકાર ફરી આ મુદ્દે બરાબરની ભરાશે! ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ ધામા નાંખશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More