Home> Gujarat
Advertisement
Prev
Next

ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી

જાણીતી સ્પાઇસ જેટ એરલાઇન્સના કર્મચારીઓ વિરુદ્ધ એક પ્રવાસીએ પોતાનો સામાન ચોરી લેવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે

ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી

તેજસ મોદી/સુરત : જાણીતી સ્પાઇસ જેટ એરલાઇન્સના કર્મચારીઓ વિરુદ્ધ એક પ્રવાસીએ પોતાનો સામાન ચોરી લેવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ માયાણી સ્પાઇસ જેટની ફ્લાઈટ નંબર SG8475માં સુરત થી દિલ્હી પ્રવાસે ગયા હતાં. ગત 9મી ઓક્ટોબરના રોજ દિલ્હી ગયેલા માયાણીએ પોતાનો સામાન ચેકિંગ કાઉન્ટર આપ્યો હતો. બાદમાં તેમને એ સામાન દિલ્હી એરપોર્ટ પર મળી ગયો હતો, જોકે બેગમાં મુકેલી કેટલીક વસ્તુઓ ગાયબ હતી.

હરિયાણાની પ્રખ્યાત ગાયીકા સપના ચૌધરી વિરુદ્ધ સુરતમાં નોંધાઇ ફરિયાદ

નરેશ માયાણીનો આરોપ છે કે તેમની બેગ પર હરી ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીના ટેગ લાગેલા હતાં, સ્પાઇજેટના કર્મચારીઓ દ્વારા સ્કેનીગમાં મારી વસ્તુઓ જોઈ હતી, જેથી કિમતી ચીજ વસ્તુઓ મળી શકે તેવી જાણકારી હોય જેથી સ્પાઈસ જેટના સુરત અથવા દિલ્હીના જવાબદાર તમામ કર્મચારીઓએ એક બીજાના મેળાપીપણામાં મારી બેગમાં મુકેલ આઇપોર્ડ બ્લુટુથ કિ.રૂ. ૧૫૦૦૦/-, એપલ ઇયર ફોન કિ.રૂ.૧૫૦૦- અને ૮૦,૦૦૦/- રોકડા જેમાં ૫૦૦ના દરની ૧૦૦ નોટ તથા ૨૦૦૦ના દરની ૧૫ નોટ મળી કુલ રૂ.૮૦,૦૦૦/-ની રોકડ રકમ મળી કુલ્લે રૂપીયા. ૯૬,૫૦૦/- અને કંપનીના બહુજ અગત્યના દસ્તાવેજો ચોરી કરી લીધા હતાં. આ સમગ્ર મામલે ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગર: કોલસા ભરેલી માલગાડીમાં આગ, ફાયરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

અમદાવાદ: પાણીની પાઇપનું માપ લઇ રહેલા 2 મજુર ઉંધા માથે પટકાતા મોત

હાલ પોલીસે નરેશ માયાણીની ફરિયાદના આધારે અરજી દાખલ કરી છે. સ્પાઇસ જેટનાં સુરત ખાતેનાં જવાબદાર અધિકારીઓને પુછપરછ માટે બોલાવવામાં આવશે. આ અંગે કોઇ પણ શંકાસ્પદ હરકત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સ્પાઇસ જેટનાં સુરત ખાતેનાં ઓપરેશન મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેઓનો સંપર્ક થઇ શક્યો નહોતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More