Home> Gujarat
Advertisement
Prev
Next

અવસર નાકિયાએ હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું

અવસર નાકિયાએ હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું

જસદણની ચૂંટણીમાં ફરી એકવાર સાબિત થઈ ગયું કે, ગુરુ એ ગુરુ જ હોય છે. ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું લાગતુ હતું કે, કુંવરજી બાવળીયામાં જીતનો અહંકાર દેખાઈ રહ્યો છે. પરંતુ 19 રાઉન્ડમાં હાથ ધરાયેલી મત ગણતરીમાં નાકિયાને તેમણે ક્યાંય આગળ જવા દીધા ન હતા. સમગ્ર દેશની નજર આ પેટાચૂંટણી પર હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જો કોંગ્રેસ હાર્યું હોત તો જરૂર તેમણે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ એ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની જીત થઈ હતી. ત્યારે હવે જસદણની હારમાં કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયાએ હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે. જોકે, તેમણે 16 રાઉન્ડ બાદ તરત જ પોતાની હાર સ્વીકારી લીધી હતી.

સામાન્ય રીક્ષાચાલકથી રાજકારણમાં આવતા અવસર નાકિયાએ પણ કુંવરજી બાવળીયાને જોરદાર ટક્કર આપી હતી. પોતાની હાર સ્વીકારતા તેમણે મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે,  મેં પહેલીવાર ઉમેદવારી કરી છે આમ છતાં પણ લોકોએ ખોબલે ને ખોબલે લોકોએ મત આપ્યા છે. તમામ સમાજના મને મત મળ્યા છે અને તમામ સમાજનો હું આભાર માનું છું. 

તો બીજી તરફ ઈવીએમ વિશે આરોપ કરતા તેમણે કહ્યું કે, ઈવીએમમાં આડુંઅવડું કરીને ભાજપે જીત કરી હશે. મતદારોને પાછા કાઢેલા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More