Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં બે ખેડૂત પર હુમલો, એકનું મોત

માર્ગ બનાવવાના કામ બાબતે તકરાર થતાં અદાવત રાખીને અજાણ્યા શખ્શોએ હુમલો કર્યો, હુમલાખોરોને પકડી પાડવા પોલીસ તંત્રમાં દોડધામ 

અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામમાં બે ખેડૂત પર હુમલો, એકનું મોત

અમરેલીઃ અમરેલી જિલ્લાના ખાંભાના સમઢીયાળા ગામે બે ખેડૂત પર 8-10 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે અન્ય ખેડૂદને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે. 

ખાંભાના સમઢીયાળા ગામમાં ખેતર વચ્ચે માર્ગના કામ બાબતે કેટલાક લોકો વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારની અદાવત રાખીને મંગળવારે મોડી સાંજે 8-10 શખ્શોએ બે ખેડૂતો પર અચાનક જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં પરષોત્તમભાઈ દોગા નામના ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. 

અન્ય ખેડૂત પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી ખસેડવામાં આવ્યા છે. મૃતક પરષોત્તમભાઈ દોગાની લાશને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 

fallbacks

(મૃતક પરષોત્તમભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા હોસ્પિટલ લઈ જવાઈ હતી)

હુમલાખોરો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ગામમાં હુમલા અને હત્યાની ઘટના બનતાં લોકોનાં ટોળેટોળાં એક્ઠા થઈ ગયા હતા. મૃતક પરષોત્તમભાઈની લાશને સાવરકુંડલા હોસ્પિટલ લઈ જવાતાં અહીં પણ તેમનાં સગા-સંબંધીઓ ઉમટી પડ્યા હતા અને હુમલાખોરો પ્રત્યે ફિટકાર વરસાવ્યો હતો. 

હત્યાના સમાચાર મળતાં એસ.ઓ.જી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા. ગામના લોકોએ હત્યારાઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે પોલીસ સમક્ષ માગણી કરી છે. 

પોલીસે હુમલો કરીને ભાગી છૂટેલા હત્યારાઓને પકડી પાડવા માટે ચારેતરફ નાકાબંધી કરીને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પરષોત્તમભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા મોકલીને હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More