Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના CM બનાવવા માટે અટલજીએ જ્યારે નરેન્દ્ર મોદીને ફોન કર્યો, ત્યારે....

90ના દાયકાના અંતમાં ગુજરાત ભાજપમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ વચ્ચે સત્તા માટે ઘમાસાણ મચ્યું હતું.

ગુજરાતના CM બનાવવા માટે અટલજીએ જ્યારે નરેન્દ્ર મોદીને ફોન કર્યો, ત્યારે....

નવી દિલ્હી: 90ના દાયકાના અંતમાં ગુજરાત ભાજપમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ વચ્ચે સત્તા માટે ઘમાસાણ મચ્યું હતું. બધાનું પરિણામ એ થયું કે રાજ્યમાં પાર્ટીના સંગઠનના સૌથી કદાવર ચહેરા નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દેવામાં આવ્યાં. દિલ્હીની પાર્ટી ઓફિસમાં જ નરેન્દ્ર મોદીનો સૌથી વધુ સમય પસાર થતો હતો. લાલકૃષ્ણ અડવાણીની નજીક સૌથી પહેલા તે જ હતાં. આ દરમિયાન તેઓ અટલ બિહારી વાજપેયીની પણ નજીક ગયાં. જો કે પરસ્પર પરિચર વર્ષો જૂનો હતો. આ દરમિયાન ટોચના નેતૃત્વએ નરેન્દ્ર મોદીની ક્ષમતા અને પ્રતિભા ઓળખી. 

અટલજીએ એવું કેમ કહ્યું હતું કે, હું રાજીવ ગાંધીના લીધે જીવતો છું...

આ દરમિયાન 2001માં ગુજરાતના અનેક ઠેકાણે જોરદાર ભૂકંપ આવતા કેશુભાઈ પટેલના નેતૃત્વની ભાજપ સરકાર પર વિપક્ષે આરોપ મૂક્યો કે તેઓ સ્થિતિને બરાબર સંભાળી શકી નહીં. પરિણામ એ આવ્યું કે ત્યારબાદ થયેલી પેટાચૂંટણીઓમાં પાર્ટીને નુકસાન થયું. પાર્ટીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની કવાયત શરૂ કરી દીધી. આ મામલે અટલ બિહારી વાજપેયીએ 2001માં એક દિવસ નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને પૂછ્યું કે તમે ક્યાં છો અને શું મને મળવા માટે આવી શકો છો?

અટલજી એક વિરાટ વ્યક્તિત્વ, જુઓ ફોટો

નરેન્દ્ર મોદીએ કહ્યું કે હાલ હું સ્મશાનમાં છું. વાજપેયી ચિંતામાં પડી ગયાં અને પરિવારના ખબરઅંતર પૂછ્યાં. તો મોદીએ કહ્યું કે હકીકતમાં તેઓ પત્રકાર ગોપાલના અંતિમ સંસ્કારમાં આવ્યાં છે. જે માધવરાવ સિંધિયા સાથે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતાં. દરેક જણ સિંધિંયાની અંતિમ યાત્રામાં ગયા છે પરંતુ બે-ત્રણ મિત્રોને છોડીને કોઈ ગોપાલની અંતિમ યાત્રામાં નથી આથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે આવ્યો છું. 

ત્યારબાદ જ્યારે નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયીને મળવા પહોચ્યાં તો તેમને ગુજરાતની ગાદી સંભાળવાનું કહેવામાં આવ્યું. આ રીતે 7 ઓક્ટોબર 2002ના રોજ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં. ત્યારબાદ તેમનું રાજકીય કદ સતત વધતુ ગયું અને અટલ બિહારી વાજપેયી બાદ ભાજપ તરફથી વડાપ્રધાનના પદે પહોંચનારા તેઓ બીજા નેતા બન્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More