Home> Gujarat
Advertisement
Prev
Next

આસુમલની જિદગી જશે જેલમાં: ભક્તોની દુઆ ન આવી કામ, રક્ષક બન્યો હતો ભક્ષક

કાયદાના લાંબા હાથમાં બળાત્કારી બાબા આસારામ દબોચાયો છે.બળાત્કારના કેસમાં કોર્ટે આજીવન કેદ જેલમાં રહેવાનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આસારામને આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે.

આસુમલની જિદગી જશે જેલમાં: ભક્તોની દુઆ ન આવી કામ, રક્ષક બન્યો હતો ભક્ષક

અમદાવાદ: જૈસી કરની, વૈસી ભરની... 9 વર્ષ પહેલા આસુમલ ઉર્ફે આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. 9 વર્ષ સુધી કોર્ટમાં હિયરિંગ ચાલી.  લોકોની નજર કોર્ટના ચુકાદા પર હતી કે, આખરે દીકરીઓ સાથે દુષ્કર્મ કેસનો પહેલા આરોપી હવે દોષિત આસારામ જેલમાં ક્યાં સુધી પોતાના દિવસ કાપશે ત્યારે આજે કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, આસારામ આજીવન જેલના સળિયા પાછળ જ રહેશે. 

ગુજરાતના ખેડૂતો આનંદો! ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતો માટે મોદી સરકારને કરી આ ભલામણ

  • આસારામના વકીલોની  દલીલ પણ કામ ન આવી
  • આસારામની ભક્તિએ પણ અસર ન દેખાડી

કાયદાના લાંબા હાથમાં બળાત્કારી બાબા આસારામ દબોચાયો છે.બળાત્કારના કેસમાં કોર્ટે આજીવન કેદ જેલમાં રહેવાનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આસારામને આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે.

સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓના બજેટ ખોરવાશે, ડબ્બા દીઠ કેટલો થયો વધારો?

ગઈકાલ સવારથી જ ગાંધીનગર સેશન્સ કોર્ટની બહાર ગરમાવો શરૂ થયો હતો. કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી હતી, અને બહાર તમામ લોકોમાં હલચલ મચી હતી. ગઈકાલે કોર્ટની અંદર આસારામના વકીલ અને સરકારી વકીલની દલીલો ચાલી હતી. તમામ દલીલ સાંભળ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.કે.સોનીએ આસારામને દોષિત જાહેર કર્યો. જ્યારે અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયો હતો. આજે આસારામની સજા પર સુનાવણી શરૂ થઈ હતી. બન્ને તરફથી વકીલોએ પોતાની દલીલ કરી હતી.

પાટીદાર યુવકે વોટ્સએપ પર 'સોરી મમ્મી' લખીને જીવન ટૂંકાવ્યું, 4 દિવસ પહેલાં જ....

સરકારી વકીલે કહ્યું, આસારામે દુષ્કર્મ કર્યો છે, કડક સજા થવી જોઈએ
આસારામના વકીલે કહ્યું, આસારામની ઉમર અને બિમારીને ધ્યાને રાખી ઓછી સજા થવી જોઈએ. સરકારી વકીલે કહ્યુ, ઘટના બની ત્યારે આસારામ તંદુરસ્ત હતા. આજે બપોરે 3 વાગ્યાની આસપાસ શન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.કે.સોનીએ પોતાનો ચૂકાદો આપ્યો હતો. 

જેલમાં નીકળશે આસારામનું જીવન 

  • દુષ્કર્મ કેસમાં કોર્ટે આસારામને આજીવન કેદની સજા સંભળાવી
  • આસારામ સામે બળાત્કારની કલમ 376(B) મુજબ ગુનો સાબિત થયો
  • સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ 377 મુજબ પણ ગુનો સાબિત થયો
  • કોર્ટે આસારામને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો

ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આજે પીડિતાને ન્યાય મળ્યો છે.. મહત્વનું છે કે, થોડા સમય પહેલા આસારામે કહ્યું હતુ કે, હોઈહિ સોઈ જો રામ રાચિ રાખા, આજે તે જ થયુ.  આસારામે જે પાપ કર્યો હતો, તેની સજા તો મળવાની જ હતી.. આસારામ કેસમાં તપાસ કરતા અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન તેમને શું સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

અંદાજે 10 વર્ષ પહેલા આસારામનો આ પાપ લોકોની સામે આવ્યો હતો.  પોતાની પૌત્રીની ઉમરની દીકરી સાથે આસારામે અત્યાચાર ગુજાર્યો હતો. આસારામે આસ્થાનો મજાક ઉડાવ્યો હતો. દીકરીએ તો આસારામને રક્ષક સમજ્યો હતો, પરંતુ આસારામ તો ભક્ષક બની ગયો હતો. આ પ્રકારનું પાપ કરનાર આરોપી કોઈ રહેમનો હકદાર ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More