Home> Gujarat
Advertisement
Prev
Next

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ઠાકોર સમાજ પર કટાક્ષ કરતા મહેસાણામાં વિરોધ

વિધાનસભાના ગુહમાં ગત 25મી તારીખના રોજ સત્ર દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ખાસ ઠાકોર સમાજ પર કટાક્ષ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ઠાકોર સમાજનું પ્રભુત્વ હવે વધ્યું હોવાના આક્ષેપ કરીને ઠાકોર અને ક્ષત્રિય સમાજને અલગ તારીને વિવાદસ્પદ ટીપણી કરી હતી. જે મામલો આજે ઠાકોર ક્ષત્રિય સમાજ પર તેની માઠી અસર જોવા મળી છે. જે પગલે આજે મહેસાણામાં આવેદન આપવામાં આવ્યું હતું. 

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ઠાકોર સમાજ પર કટાક્ષ કરતા મહેસાણામાં વિરોધ

તેજસ દવે/મહેસાણા: વિધાનસભાના ગુહમાં ગત 25મી તારીખના રોજ સત્ર દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ખાસ ઠાકોર સમાજ પર કટાક્ષ કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ઠાકોર સમાજનું પ્રભુત્વ હવે વધ્યું હોવાના આક્ષેપ કરીને ઠાકોર અને ક્ષત્રિય સમાજને અલગ તારીને વિવાદસ્પદ ટીપણી કરી હતી. જે મામલો આજે ઠાકોર ક્ષત્રિય સમાજ પર તેની માઠી અસર જોવા મળી છે. જે પગલે આજે મહેસાણામાં આવેદન આપવામાં આવ્યું હતું. 

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં ઠાકોર ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં રહે છે. અને તેની અસર વિધાનસભા સહીત લોકસભાની સીટ પર હર હંમેશ વર્તાતી હોય છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહનું કામ કાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગત 25 તારીખના રોજ મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને લઇને આજે ઠાકોર ક્ષત્રિય સમાજમાં તેની અસર જોવા મળી રહી છે. નીતિનભાઈ પટેલએ વિધાનસભાના સત્ર દરમિયાન ઠાકોર અને ક્ષત્રિય સમાજને અલગ કરવા માટે કટાક્ષ કર્યો હતો.

ટ્રસ્ટના નામે ઘરમાં ઘુસીને મહિલાઓને નિશાન બનાવી સોનાની લૂંટ કરનાર ઝડપાયો

જેમાં ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજને અલગ કરીને ભાગલાવાદી નીતિને લઈને ઠાકોર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. નીતિન પટેલના હોમ ટાઉન મહેસાણામાં આજે યુવા ક્ષત્રિય સેના ગુજરાતના નેજા નીચે આજે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના હોદેદારો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનો હાજર રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ફાર્મસીસ્ટનું લાઇસન્સ ભાડે આપી ‘કમાણી’ કરતા 54 ફાર્મસીસ્ટના લાઇસન્સ રદ્દ

જૂઓ LIVE TV....

યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડ,રાષ્ટ્રીય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજ એકઠો થઇને જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચીને આવેદન આપ્યું હતું. ઠાકોર સમાજએ નીતિન પટેલ સામે સૂત્રો પોકારીને આવેદન મહેસાણામાં આપ્યું છે. જેમાં નીતિન પટેલ આ વિવાદિત ટિપ્પણીને લઈને માફી માગે તેવી રજુવાત પણ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More