Home> Gujarat
Advertisement
Prev
Next

અફરાતફરીનો માહોલ! એવું તે શું થયું કે સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના કરોડોના વ્યવહારો ખોરવાયા?

તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.

અફરાતફરીનો માહોલ! એવું તે શું થયું કે સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના કરોડોના વ્યવહારો ખોરવાયા?

ચેતન પટેલ/સુરત: સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં કરોડોના વ્યવહારો ખોરવાયા છે. તેલંગાના, કેરાલા જેવા રાજ્યોમાં સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને મોટી કંપનીઓના બેંક અકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવી દીધા છે. સુરતની હીરા પેઢીઓને બેંકોએ જાણ કરી ત્યારે ખબર પડી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, કોઇ કારણ આપ્યા બેંકોએ પોલીસે કહ્યું એટલે એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. 

ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા 'ભૂપેન્દ્ર દાદા'એ બાજી સંભાળી! આંદોલન સમેટાયું

તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે. બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.

અંબાલાલ પટેલની 'અતિભારે' આગાહી: આગામી 24 કલાકમાં આ 7 જિલ્લામાં મેઘરાજા મંડાશે

હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે મેં સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આવતીકાલ ગુરુવારે સવારે જે વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રિઝ કરાયા છે તેઓ એડિશનલ કમિશનર શરદ સિંઘલને રૂબરૂ રજૂઆત કરવા જવાના છે.

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિશ્વકર્મા યોજના અને પીએમ ઈ-બસ સેવાને લીલીઝંડી

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે.બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી આપી છે.

સરહદથી આવી રહ્યું છે મોટુ સંકટ : બનાસકાંઠામાં હવે તીડ આવશે તો અમે બરબાદ થઈ જઈશું

વેપારીઓની એવી પણ ફરીયાદો હતી કે પરરાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પડાતી હોવાની ફરીયાદો પણ મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More