Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સસ્તુ સોનું આપવાની લાલચે વેપારી સાથે લાખોની ઠગાઈ કરનારની ધરપકડ

અમદાવાદમાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે છેતરપીંડી કરનાર ગેંગનો પ્રર્દાફાશ કરી સરખેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત અને દિલ્હીના લોકોની સંયુકત ગેંગ બનાવીને પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી સોસીયલ મિડીયા મારફતે લોકોને ટાગ્રેટ કરીને ચીટીંગ કરતી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: સસ્તુ સોનું આપવાની લાલચે વેપારી સાથે લાખોની ઠગાઈ કરનારની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં સસ્તા ભાવે સોનુ આપવાના નામે છેતરપીંડી કરનાર ગેંગનો પ્રર્દાફાશ કરી સરખેજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત અને દિલ્હીના લોકોની સંયુકત ગેંગ બનાવીને પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરતી આ ટોળકી સોસીયલ મિડીયા મારફતે લોકોને ટાગ્રેટ કરીને ચીટીંગ કરતી હોવાનું સામે આવ્યું છે. હાલ તો સરખેજ પોલીસે એક આરોપીને ઝડપી ગેંગનાં અન્ય સુત્રધારોને ઝડપવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ગીરફતમા આવેલા શખ્સે રાજેસ્થાનના વેપારીને સસ્તાભાવે સોનુ આપવાના નામે 54 લાખની છેતરપિંડી આચરી છે. રાજસ્થાનના વેપારી અનીલભાઈ મેઉને આ ગેંગ ફેસબુક પર સંપર્ક કરીને સસ્તાભાવે સોનુ આપવાની લાલચે અમદાવાદ બોલાવ્યા હતા. અને વેપારી અમદાવાદના સરખેજ વિસ્તારમા બે કિલો સોનુ ખરીદવા આવ્યા ત્યારે આરોપીએ કારમા 54 લાખની રોકડ લઈ બીજી કારમા સોનુ હોવાની વાત કરી ફરાર થઇ ગયા હતા. જોકે પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું લાગતા વેપારીએ સરખેજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. હાલ આજ કેસમાં સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પરિવારને બેઠો કરવા મહિલા બની કેબ ડ્રાઇવર, આ રીતે શરૂ થઇ શટલ યાત્રા

આરોપી સુરેશ રાજગોર કચ્છના માંડવી વિસ્તારનો રહેવાસી છે. અને પોતાની પાંચથી છ વ્યકિતની ગેંગ અલગ અલગ જગ્યા પર સક્રીય હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે. જોકે પ્રાથમિક તપાસમાએ પણ સામે આવ્યું છે, કે દિલ્હી અને ગુજરાતના લોકોએ સંયુકત રીતે ગેંગ શરૂ કરી છે. અને પોતાના ફેસબુક મારફતે સસ્તા ભાવે લોભામણી લાલચ આપી આ ટોળકીએ 54 લાખમાંથી એક કારની ખરીદી કરી હતી. જે કાર પણ પોલીસે કબજે કરી દોઢ લાખની રોકડ પણ જપ્ત કર્યા છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા મુદ્દે જાણો લલિત વસોયાએ શું કહ્યું...

દિલ્હી અને ગુજરાતના ઠગ ટોળકી બનાવીને છેતરપિંડી કરી રહેલી ટોળકીના હજુ પાંચ આરોપીઓ ફરાર છે. જેને ઝડપી લેવા આરોપીની વધુ પુછપરછ શરૂ કરાઈ છે.  માનવામાં આવી રહ્યું છે કે, આ ટોળકીએ રાજસ્થાનના વેપારી ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હોઈ શકે છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More