Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી 24 કલાક તમારા માટે ભારે સાબિત થશે? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

આગામી 24 કલાક તમારા માટે ભારે સાબિત થશે? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ઝી બ્યુરો, અમદાવાદ: રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત છે. વલસાડ, ડાંગ, દીવમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની નહીવત શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.

હું એન્થોની બોલું છું, મને 11 કરોડ રૂપિયા આપ નહીં તો તને અને તારા પરિવારને પતાવી દઈશ

સંઘપ્રદેશ દમણમાં લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપીએલી ચેતવણીને લઇ દમણ પોર્ટ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં મોટી ભરતીને લઇ અને સતત બદલાતા વાતાવરણને લઈ દરિયામાં હાય કરન્ટ જોવા મળી રહ્યો છે અને હજી પણ દરિયો તોફાની થવાની શક્યતાને લઇ દમણ પ્રશાસન દ્વારા ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકો દરિયા કિનારાથી દૂર રહે તેના માટે પ્રશાસને દમણ જેટી પર બેરીકેટર અને ડ્રમ મૂકી અવર જવર પર સંપૂર્ણ પાબંદી લગાવી છે અને પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More