Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક નજરાણું ઉમેરાશે, પાણીમાં થતી વનસ્પતિઓનું કરાશે સંવર્ધન

ગુજરાત યુનિવર્સિટીનું બોટની વિભાગ આરબોરેટમનું સંચાલન કરશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્યની વાત કરીએ ત્યારે પ્લાન્ટસ અને એનિમલમાં જે વૈવિધ્યતા છે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક નજરાણું ઉમેરાશે, પાણીમાં થતી વનસ્પતિઓનું કરાશે સંવર્ધન

અતુલ તિવારી/અમદાવાદ: આરબોરેટમ ધરાવતી પહેલી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી બનશે. 15 કરોડના ખર્ચે આરબોરેટમ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આકાર લઈ રહ્યું છે. 7 એકર જમીન પર એમ્ફીથિયેટર સાથે બની રહેલા ત્રણ જુદા જુદા ડોમ દેશ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાયબર, ગ્લાસ અને એર કંડિશન્ડ એવા ત્રણ જુદા જુદા સાઈઝના ડોમ કેમ્પસમાં આકાર લઈ રહ્યા છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ આરબોરેટમની મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા ઉભી કરાશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જુદો ગેટ બનાવી ટીકીટ નિર્ધારિત કરી મુલાકાતીઓ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાશે. 

fallbacks

ગુજરાત યુનિવર્સિટીનું બોટની વિભાગ આરબોરેટમનું સંચાલન કરશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્યની વાત કરીએ ત્યારે પ્લાન્ટસ અને એનિમલમાં જે વૈવિધ્યતા છે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. આરબોરેટમનાં માધ્યમથી વનસ્પતિ સમૂહની વૈવિધ્યતા અને ડાઈવર્સિટીની જાળવણી કરવામાં મદદ મળશે. હાલમાં જે પ્રાવધાન ઉપલબ્ધ છે તેમાં શિડ્યુલ વન વનસ્પતિ અને શિડ્યુલ વન પ્રાણીઓ તેમજ વનસ્પતિઓની માવજત કરવી ખૂબ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટી ખાતે આરબોરેટમ બનાવી રહ્યા છીએ. 

fallbacks

ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલું આરબોરેટમ જે મોડલ માર્વેલ હશે. ગુજરાતના એક્ઝોટીક પ્લાન્ટ જેને આપણે ફ્લોરા અને ફોના તરીકે ઓળખીએ છીએ તેને ઇન્ક્યુબેટ કરાશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિ સમૂહોને અહીં લાવી તેની જાળવણી કરી, પ્રયોગ કરાશે. ત્રણ અલગ અલગ ડોમ બનાવવામાં આવી રહ્યા છે, તમામ પ્લાન્ટને નૈસર્ગિક વાતાવરણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. અનેક વનસ્પતિઓ એવી છે કે જેના વિશે હજુ પણ આપણે ઘણું બધું જાણતા નથી એ બાબતે પણ સંશોધન કરાશે. 

fallbacks

ગુજરાતની તમામ થ્રેટન શિડ્યુલ વન અને એક્ઝોટીક સ્પેસીસને ડિસ્પ્લે કરી મોટા કરાશે. તેને પ્રોપોગેટ કરી તેનું વિતરણ પણ કરાશે, સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને સાથે રાખવામાં આવશે. પીજીના વિદ્યાર્થીઓ યુજી માટે યુજીના વિદ્યાર્થીઓ બાળકો માટે મેન્ટરની ભૂમિકામાં હશે. ટ્રાન્સપીસીસમાં જે બેસ્ટ ક્વોલિટી હોય છે તેને જિનેટિક વેરીએશનમાં લાવી ભવિષ્યને જોતા જુદા જુદા પ્રયોગો હાથ ધરાશે. આપણા વિદ્યાર્થીઓ માટે આ વિશ્વકક્ષાનો અનુભવ બનશે. આપણા પ્રદેશની વનસ્પતિઓ અને પ્રાણીઓના સંવર્ધન કરવામાં આરબોરેટમ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. 

fallbacks

ગુજરાતમાં અનેક પ્રાણીઓ, વનસ્પતિઓ, પક્ષીઓ, કીટક અને સરીસૃપ છે કે જેમના પર લેબલિંગ થયું નથી, જેમનું ડોક્યુમેન્ટેશન પણ બાકી છે, જેના પર કામ કરીશું. 7 એકરમાં બની રહેલા આરબોરેટમમાં વોટર ચેનલ અને બે આર્ટિફિશિયલ પોઈન્ટ પણ બનાવવામાં આવશે. પાણીમાં જે વનસ્પતિઓ થતી હોય છે તેને પણ અહીંયા ડેવલપ કરાશે. સમગ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે આ આરબોરેટમ ખુલ્લું રહેશે. અંદાજે 15 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલું આ આરબોરેટમ જે હાલ બનાવવામાં એવી રહ્યું છે તેનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ કરીને આગામી 6 થી 7 મહિનામાં ખુલ્લું મુકાશે. 

fallbacks

ગુજરાતની મુલાકાતે આવનાર માટે પણ આ આરબોરેટમની મુલાકાત યાદગાર બની રહેશે. કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, સાયન્સ સિટી, અટલ બ્રિજ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં બની રહેલું આરબોરેટમ રાજ્ય અને દેશ માટે નવું નજરાણું સાબિત થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More