Home> Gujarat
Advertisement
Prev
Next

કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની મિલીભગત નહી ચાલે, ભાવનગર કોર્પોરેશનનો સ્માર્ટ નિર્ણય

કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની મિલીભગત નહી ચાલે, ભાવનગર કોર્પોરેશનનો સ્માર્ટ નિર્ણય

* ટીપર વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગશે
* કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો આવશે અંત
* હવે એજન્સીઓ સાથે મિલીભગત કરતા તંત્રવાહકોની પોલ ખુલી જશે
* ૨૫ લાખ રૂ.ના ખર્ચે ટેમ્પલ બેલોમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવશે
* ૨૫ લાખ રૂ.ના ખર્ચે ટેમ્પલ બેલોમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવશે
* શરતો પ્રમાણે વાહન રૂટ પર નહીં ચાલે ત્યારે ઓટોમેટીક પેનલ્ટી નોટિસ ઇસ્યુ થશે
* શહેરમાં સમયસર કચરો ઉપાડવા વાહન ન આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા કરાયો નિર્ણય

નવનીત દલવાડી/ભાવનગર : સ્વચ્છતા મિશન અંતગર્ત ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ટેમ્પલ બેલ દ્વારા ઘરે ઘેરથી કચરો એકત્રિત કરી તેને ડમ્પિંગ સાઈટ પર જમા કરવામાં આવી રહ્યો છે. પરંતુ ટેમ્પલ બેલના ચાલકો તેના નિયત વિસ્તારમાંથી કચરો ના ઉપાડતા હોવાની વ્યાપક ફરિયાદોના પગલે મનપા દ્વારા ટેમ્પલ બેલમાં રૂ. ૨૫ લાખના ખર્ચે જીપીએસ સીસ્ટમ લગાવવામાં આવશે. જેના આધારે ખાસ નજર રાખી શહેરને સ્વચ્છ અને સુંદર બની રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

RAJKOT: વ્યાજના વિષચક્રમાં ફસાઇને પિતા-પુત્રએ આત્મહત્યા કરી લેતા ચકચાર

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ગંદકી દુર કરી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ સાઈટ પર તેને જમા કરવા મોટી સંખ્યામાં ટેમ્પલ બેલ શહેરના વિવિધ વિસ્તારોમાં દોડાવવામાં આવી રહ્યા છે. શહેરમાં દૈનિક ૨૨૫ ટન કચરો એકત્ર થાય છે. શહેરનાં ૧૩ વોર્ડમાં જૂદા જૂદા ૧૧૦ જેટલા ટીપર વાહનો દોડે છે. સાત ટ્રેક્ટર (જેમાં ચાર બીએમસીનાં અને ત્રણ કોન્ટ્રાક્ટરનાં), બે ટ્રક જેસીબી દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ટેમ્પલ બેલ પાછળ મહિને રૂ. ૪૫ થી ૫૦ લાખનો ખર્ચ કરે છે. પરંતુ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

GUJARAT CORONA UPDATE: કોરોનાના 96 નવા કેસ, 237 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી

જેમાં હાલ લોકોની ફરિયાદો ઉઠવા પામી છે, ઘણા વિસ્તારોમાં વાહન જતું નથી, તો ક્યાંક સમય કરતાં મોડુ જાય છે, તો અમુક જગ્યાએ વાહન ઊભું રહેતું નથી. આવા પ્રકારની ફરિયાદોને આગામી સમયમાં ભૂતકાળ બનાવવા મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૫ લાખનાં ખર્ચે ટીપર વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જનતાનાં કરોડો રૂપિયાનો સફાઈ કર અને યૂઝર ચાર્જ ભરવા છતાં સમયસર કચરો ઉપાડવા ટેમ્પલ બેલના આવતા હોય, ઘરે ઘરે અથવા તેના નિયત પોઈન્ટ પર ઉભું ના રહેતું હોય આવી ફરિયાદને ભૂતકાળ બનાવવા તમામ ટેમ્પલ બેલમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવામાં આવશે. જેનાથી એજન્સીઓ સાથે મિલીભગત કરતા તંત્રવાહકોની પોલ ખુલી જશે અને ફરજિયાત કચરો ઉપાડવા ટીપર વાહનએ તેના નિયત વિસ્તારમાં જવું પડશે તેમજ ટેમ્પલ બેલ ક્યાં વિસ્તારમાં છે તેની નોંધ પણ રહેશે. 

યુક્રેન સંકટ બાદ મેડિકલની ઓછી સીટ બાબતે લોકોમાં જાગૃતિ આવતા જ નેતાઓ મીઠડા થવા માટે...

આ તમામ ટેમ્પલ બેલમાં ફીટ કરેલા જીપીએસ સિસ્ટમનું મોનીટરીંગ મહાનગરપાલિકામાં જીઆઈએસ સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આ સિસ્ટમ શરૂ થયા બાદ ટીપર વાહનનાં ચાલકો પોતાની મનમાની નહિ કરી શકે, કારણકે જે સિસ્ટમ લાગુ પડશે તેમાં ટીપર વાહનની એજન્સીને આપેલા કોન્ટ્રાકટ વખતે ટેન્ડરની શરતો પ્રમાણે સિસ્ટમ ઓટો જનરેટ થશે. જેથી ટેન્ડરની શરતો પ્રમાણે વાહન રૂટ પર નહીં ચાલે તો પણ ઓટોમેટીક પેનલ્ટી નોટિસ ઇસ્યુ થશે. જેથી એજન્સીને છાવરતા કર્મચારીઓની મિલીભગતનો અંત આવશે અને ભાવનગર શહેર સ્વચ્છ અને સુંદર બની રહેશે. મહાનગરપાલિકાનો ટેમ્પલ બેલમાં જીપીએસ સીસ્ટમ ફીટ કરવાનો નિર્ણય આવકારદાયક છે પરંતુ તેની જાળવણી કરવામાં ના આવે તો ભૂતકાળની અનેક યોજનાના વાહનો જેમ ધૂળ ખાય છે. પ્રજાના રૂપિયાનું પાણી થયું છે તેમ ન થાય તેની તકેદારી રાખવામાં આવે તે પણ જરૂરી છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More