Home> Gujarat
Advertisement
Prev
Next

અરવલ્લીમાં જમ્મૂ-કાશ્મીર પરના નિર્ણયને વધાવાયો, ફટાકડા ફોડી કરાઇ ઉજવણી

રાજ્યસભામાં પીએમ મોદી સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવવાનો મોટો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીર પર લેવાયેલા નિર્ણયને લઇને અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે.

અરવલ્લીમાં જમ્મૂ-કાશ્મીર પરના નિર્ણયને વધાવાયો, ફટાકડા ફોડી કરાઇ ઉજવણી

સમીર બલોચ, અરવલ્લી: રાજ્યસભામાં પીએમ મોદી સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવવાનો મોટો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીર પર લેવાયેલા નિર્ણયને લઇને અરવલ્લી જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિકો દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો:- Jammu Kashmir LIVE: જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, કલમ 35A ખતમ, બનશે કેન્દ્રશાસિત પ્રદેશ...

જમ્મુ કાશ્મીર મામલે મોદી સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ભારતનો નકશો બદલાઇ જવા પામ્યો છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરવા સંકલ્પ રજૂ કર્યો છે. જેને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી છે જેને પગલે હવે જમ્મુ કાશ્મીર મામલે દાયકાઓથી ચાલી રહેલા રાજકારણનો અંત આવ્યો છે. નવા બિલ મુજબ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા ભલામણ કરી છે અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે અને લદાખને કાશ્મીરથી અલગ પાડ્યું છે અને એને પણ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Big Breaking: રાજ્યસભામાં તમામ કાર્યવાહી રદ્દ, ફક્ત જમ્મુ કાશ્મીર પર ચર્ચા, ગૃહ મંત્રી આપશે જવાબ

ગૃહમંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર મામલે બે સંકલ્પ અને બે બિલ રજૂ કર્યા હતા. વિપક્ષના હંગામા વચ્ચે પણ અમિત શાહે પોતાનો મત મક્કમતાથી રજૂ કર્યો હતો અને સભાપતિએ આ બિલ અંગે ચર્ચા કરવા અંગે પણ કહ્યું હતું. જોકે વિપક્ષના હંગામાને પગલે ચર્ચાને અવકાશ રહ્યો નથી. મોદી સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલ વચન પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 

આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીરના બે ટુકડા !!!, લદાખ પણ બનશે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ

મોદી સરકાર 2.0 એ જમ્મુ કાશ્મીરના બે ટુકડા કર્યા છે પરંતુ આ સાથે જ ભારતનો નકશો વધુ મજબૂત બન્યો છે. જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. નવા બિલ મુજબ જમ્મુ કાશ્મીરથી લદાખને અલગ કરવામાં આવ્યું છે અને બંને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More