Home> Gujarat
Advertisement
Prev
Next

યમદૂત બની ચાઈનીઝ દોરી! ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 8 લોકોના ગળા કપાયા, 3ના મોત

ઉતરાયણ પૂર્વે પતંગની દોરીઓ ઘાતક બની રહી છે. જેમાં સુરતના કામરેજમાં દોરીના કારણે યુવકનું ગળુ કપાતા યુવાનનું મોત નીપજ્યા બાદ ફરી એકવાર વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

યમદૂત બની ચાઈનીઝ દોરી! ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 8 લોકોના ગળા કપાયા, 3ના મોત

વડોદરા: ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પતંગ, દોરીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. તેવામાં પતંગની દોરીને પગલે અકસ્માતો પણ વધી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં પતંગની દોરીએ વધુ એક યુવકનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના બજાર આવી છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં ચાઈનીઝ દોરીથી ત્રણ લોકોનાં ગળાં કપાયાં છે. 3 દિવસમાં વડોદરાના 2 અને સુરતના 1 વ્યક્તિનો ચાઈનીઝ દોરીએ જીવ લીધો છે.

ઉતરાયણ પૂર્વે પતંગની દોરીઓ ઘાતક બની રહી છે. જેમાં સુરતના કામરેજમાં દોરીના કારણે યુવકનું ગળુ કપાતા યુવાનનું મોત નીપજ્યા બાદ ફરી એકવાર વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રણોલીમાં રહેતા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મૃત્યુ પામ્યો છે.

સમા કેનાલ રોડ પર યુવક બાઈક પર જતો હતો તે સમયે આ ઘટના બની હતી. વિશાલ ઠાકોર નામના યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જતાં મોત થયું છે. બે દિવસ પહેલા પણ નવાપુરામાં ચાઇનીઝ દોરીના કારણે હોકી પ્લેયરનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર વડોદરામાં ચાઈનીઝ દોરીએ કહેર વરસાવ્યો છે. વિશાલ ઠાકોર નામનો વ્યક્તિ સિક્યોરિટી કોન્ટ્રાકટર તરીકે નોકરી કરતો હતો અને મૃતક મહેશ ઠાકોરની ઉંમર 45 વર્ષની છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો. ચાઇનીઝ દોરીથી ગળું કપાતા 30 વર્ષના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું હતું. નવાપુરા વિસ્તારમાં રબારીવાસ પાસે કરૂણ ઘટના બની હતી. આ ઉપરાંત અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થતી વખતે આ દૂર્ઘટના સર્જાઈ હતી. 

અત્યાર સુધીમાં ચાઈનીઝ દોરીથી 5 લોકોને ઈજા, 2 લોકોનાં મોત

3 જાન્યુઆરી 2023
વડોદરાના  રણોલીમાં વધુ એક યુવાને ગુમાવ્યો જીવ

2 જાન્યુઆરી 2023-
સુરતના કામરેજ ચાર રસ્તા પાસે દોરીથી રાજુ પટેલનું મોત 

1 જાન્યુઆરી 2023-
વડોદરામાં ચાઈનીઝ દોરીથી દંતેશ્વર વિસ્તારના ગિરીશ બાથમનું ગળું કપાતા મોત

1 જાન્યુઆરી 2023-
ચાઈનીઝ દોરીથી અમદાવાદમાં બાળક ઈજાગ્રસ્ત

30 ડિસેમ્બર 2022-
રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી યુવાન ઈજાગ્રસ્ત

19 ડિસેમ્બર 2022-
સુરતના પાંડેસરામાં બાઈક પર જઈ રહેલ દંપતી ઈજાગ્રસ્ત

13 ડિસેમ્બર 2022-
ઊંઝામાં ચાઈનીઝ દોરીથી ગળું કપાતા યુવકને 40 ટાંકા આવ્યા

13 ડિસેમ્બર 2022-
સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળું કપાતા એડવોકેટ ઈજાગ્રસ્ત
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More