Home> Gujarat
Advertisement
Prev
Next

ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા, ચાર સિમબોક્ષ સાથે બેની ધરપકડ

સાયબર ક્રાઇમને માહિતી મળી હતી કે આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને VOIP મારફતે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કરીને દહેશત ફેલાવાનું નેટવર્ક મહારાષ્ટ્રના થાણેમાં ફેલાયું છે.

ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા, ચાર સિમબોક્ષ સાથે બેની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને મળી વધુ એક સફળતા મળી છે.ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે.ચાર સિમબોક્ષ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કેવી રીતે ચાલતું હતું દહેશત કોલિંગનું નેટવર્ક. 

ઓડિશા ટ્રેન અકસ્માત! પાટા પરથી ઉતરી ટ્રેન, 50થી વધુ મુસાફરોના મોત

સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં ઉભેલા મશીદ ગુલશેર ખાન અને મોહમ્મદ શાહિદ આલમ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવતા હતા. સાયબર ક્રાઇમને માહિતી મળી હતી કે આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચીને VOIP મારફતે ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કરીને દહેશત ફેલાવાનું નેટવર્ક મહારાષ્ટ્રના થાણેમાં ફેલાયું છે. જેથી સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે રેડ કરીને 4 સીમ બોક્ષ,3 રાઉટર, 3 મોબાઇલ, લેપટોપ અને 605 સિમકાર્ડ જપ્ત કર્યા હતા. 

મહા 'વિજય' માટે ભાજપની મેગા તૈયારી, પાટીલે ટોપ લેવલની કરી બેઠક, CM પણ મેદાનમાં!

આરોપીઓ સિમબોક્ષ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ રેકોર્ડ મેસેજ મોકલતા હતા. એક સિમબોક્ષમાં 40 જેટલા જુદાજુદા રાજ્યોના સીમકાર્ડ ફિટ કરવામાં આવતા હોય છે.VOIP સર્વિનો ઉપયોગ કરીને ઈન્ટરનેશનલ કોલ રૂટને લોકલ કોલમાં ટ્રાન્ફર કરવામાં આવતા હોય છે. આ નેટવર્ક ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોલ થતાં હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી

પકડાયેલ આરોપી મશીદ અને શાહિદને ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ સાચવા માટે પૈસા મળતા હતા.આ ગેરકાયદેસર નેટવર્ક ઉભું કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે. જે છેલ્લા એક વર્ષથી ભાડે મકાન રાખીને સિમબોક્ષ મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળા મેસેજ અને કોલિંગ કરવાનો કોન્ટ્રાક્ટ લેતો હતો. 

PM મોદીનું સપનું પૂર્ણ થશે: દુનિયા જોઈને થઈ જશે અચંબિત, આ ગુજરાત જ કરી શકે!

આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાના શીખ ફોર જસ્ટિસ સંગઠનના મુખ્ય સૂત્રધાર ગુરુપતસિંહ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયા પીએમ હાજર રહેવાના હતા તે સમયે ધમકી ભર્યા પ્રિ રેકોર્ડ મેસેજો અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. જેમાં સાયબર સાયબર ક્રાઇમ બ્રાંચે અગાઉ 3 આરોપીને પકડીને 16 જેટલા સિમબોક્ષ કબ્જે કર્યા હતા. જે કેસમાં વધુ તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને ખુલી પડી રહી છે.

1000 કરોડથી ઓછાનું કામ હોય તો હું લોકાર્પણમાં પણ જતો નથી, ગુજરાતને આપી ગયા 4000 કરોડ

ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ અન્ય રાજ્યોમાં ફેલાયા હોવાનું સાયબર ક્રાઇમએ શંકા વ્યક્ત કરી છે.આ નેટવર્ક દ્વારા આતંકી પ્રવૃત્તિ અન્ય ગુનાહિત કાવતરું રચવા માટે ઉપયોગ થતું હોવાની શક્યતાને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમે વોન્ટેડ આરોપી શોધખોળ શરૂ કરી છે. 

પેન્ટની ચેઈન ખોલીને મહિલા સાથે કરી ગંદી હરકત, મહિલાને કહ્યું જા પોલીસ પાસે એ પણ કંઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More