Home> Gujarat
Advertisement
Prev
Next

ઓંકી જશો! જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સેન્ડવીચમાંથી એવી વસ્તુ નીકળી કે...

 અંકલેશ્વરમાં આવેલી ડિસેન્ટ હોટેલમાં એક ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવી હતી. જ્યારે ગ્રાહક પાસે સેન્ડવીચ આવી ત્યારે તેમાં મંકોડા જોવા મળ્યા હતા. જે પછી ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો અને મેનેજરને રજુઆત કરી હતી. 

ઓંકી જશો! જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો, સેન્ડવીચમાંથી એવી વસ્તુ નીકળી કે...

ઝી બ્યુરો/ભરૂચ: જો તમે બહારનું ખાવાના શોખીન હોય તો ચેતી જજો. રાજ્યમાં લોકોના આરોગ્યા સાથે ચેડા થવાની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરની ડીસન્ટ હોટલની સેન્ડવીચમાં મકોડા નીકળ્યા છે. જી હા...ભરૂચમાં રેસ્ટોરાંમાં જીવાત નીકળવાની સતત ત્રીજી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ક્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આ મામલે કાર્યવાહી કરશે?

આ અંગે મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલી ડિસેન્ટ હોટેલમાં એક ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવી હતી. જ્યારે ગ્રાહક પાસે સેન્ડવીચ આવી ત્યારે તેમાં મંકોડા જોવા મળ્યા હતા. જે પછી ગ્રાહકે રોષ વ્યક્ત કર્યો હતો અને મેનેજરને રજુઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ રજુઆત કરવામાં આવી છે. વધુ એક ઘટના સામે આવતા જિલ્લા આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. 

મહત્વનું છે કે, ભરૂચ જિલ્લામાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા રહે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જરૂરી કાર્યવાહી કરે એવી માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વરમાં લોકોમાં આરોગ્ય સાથે ચેડા કરતી રેસ્ટોરન્ટની ઘટનાઓ સામે આવી ચુકી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More