Home> Gujarat
Advertisement
Prev
Next

અંકિતા રૈનાએ ગુજરાતની મહિલા ટેનિસ ટીમને જીતાડ્યો ગોલ્ડ; નેશનલ ગેમ્સ 2022માં ગુજરાતનો 5મો ગોલ્ડ

National Games 2022: અંકિતા રૈનાએ ફરી એકવાર ગુજરાતની મહિલાઓને ટેનિસ ટીમમાં ગોલ્ડ જાળવી રાખવામાં મદદ કરી છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

અંકિતા રૈનાએ ગુજરાતની મહિલા ટેનિસ ટીમને જીતાડ્યો ગોલ્ડ; નેશનલ ગેમ્સ 2022માં ગુજરાતનો 5મો ગોલ્ડ

National Games 2022: અંકિતા રૈનાએ ફરી એકવાર ગુજરાતની મહિલાઓને ટેનિસ ટીમમાં ગોલ્ડ જાળવી રાખવામાં મદદ કરી છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નેશનલ ગેમ્સ 2022 માં ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. જ્યાં સુધી ગુજરાતનો સંબંધ છે ત્યાં સુધી સવારના સત્રનું ધ્યાન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર હતું જ્યાં તેમની મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં મહારાષ્ટ્રનો સામનો કરી રહી હતી.

યજમાન ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી કારણ કે વૈષ્ણવી અડકરે ઝીલ દેસાઈને 6-4, 6-2થી હારી ને મહારાષ્ટ્રને 1-0ની સરસાઈ અપાવી હતી. આનો અર્થ એ થયો કે અંકિતા રૈનાએ બીજી સિંગલ્સમાં રુતુજા ભોસલેનો સામનો કરવો પડ્યો. જોકે ટીમ ભલે મહત્વપૂર્ણ મેચમાં પાછળ પડી હતી પરંતુ અંકિતાએ જરાય દબાણમાં આવ્યા વિના રુતુજાને 6- 1 6-4 થી સીધા સેટમાં હાર આપી ગોલ્ડ મેડલ ટાઈ 1-1ની બરોબરી પર લાવી દીધી હતી.અંકિતાએ બીજા સેટમાં તેના વિરોધીઓની સર્વિસ તોડીને 3-2ની લીડ મેળવી હતી. ત્યારબાદ અંકિતા રૈનાએ ઝડપથી કમબેક કરી અને સીધા સેટમાં મેચ જીતી લીધી.

ડબલ્સના મુકાબલામાં, અંકિતા રૈના અને વૈદેહી ચૌધરીએ  2-4થી પાછળ રહીને સળંગ 10 ગેમ જીતી અને મેચ 6-4, 6-0થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

અંકિતા રૈનાએ ટાઇટલ જીત્યા પછી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે.“ઝીલ માટે તે પડકારજનક મેચ હતીપરંતુ આ પ્રકારની ક્ષણો ખેલાડીની કારકિર્દીમાં બને છે. તેણીએ સખત લડત આપી પરંતુ તઆજે તેનો દિવસ નહતો. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં રહી ચુકી છું, મેં ફેડ કપ રમ્યો છે જેથી તે અનુભવ કામમાં આવ્યો”.

ટેનિસ
મહિલા ટીમ: ગુજરાત બીટ. મહારાષ્ટ્ર 2-1 (ઝીલ દેસાઈ વૈષ્ણવી અડકર સામે 4-6, 6-2 હારી; અંકિતા રૈના બીટ રૂતુજા ભોસલે 6-1, 6-4થી જીતી; અંકિતા/વૈદેહી ચૌધરી બીટ રુતુજા/વૈષ્ણવી 6-4, 6 -0.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More