Home> Gujarat
Advertisement
Prev
Next

દર ચોમાસે ગોકુળીયું ગામ બની જાય છે જામનગર શહેર, લોકો હવે અકળાયા

જામનગરના લોકો કંટાળી ગયા છે. રોજ સવારે રસ્તા પર નીકળે તો તેઓને સૌથી પહેલા ઢોરોનો સામનો કરવો પડે છે. આવામાં જામનગર પાલિકા સાવ નિષ્ક્રીય થઈને બેસી રહી છે. તેથી શહેરીજનો વધુ અકળાયા છે

દર ચોમાસે ગોકુળીયું ગામ બની જાય છે જામનગર શહેર, લોકો હવે અકળાયા

મુસ્તાક દલ/જામનગર :જામનગર શહેર દર ચોમાસામાં ગોકુળીયુ ગામ બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનો માહોલ સર્જાય છે. જામનગર (jamnagar) શહેરના મુખ્ય માર્ગો પર ગાયો અને રખડતા ઢોરના ત્રાસને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે જામનગરના લોકો કંટાળી ગયા છે. રોજ સવારે રસ્તા પર નીકળે તો તેઓને સૌથી પહેલા ઢોરોનો સામનો કરવો પડે છે. આવામાં જામનગર પાલિકા સાવ નિષ્ક્રીય થઈને બેસી રહી છે. તેથી શહેરીજનો વધુ અકળાયા છે. આવામાં લોકો તંત્ર પોતાની આંખો ખોલે તેવું ઈચ્છી રહ્યાં છે. 

કૃષ્ણ જન્મોત્સવ બાદ આજે ભક્તો હિંચકો ઝૂલાવીને લાલાને લાડ લડાવશે 

ગોકુળિયા ગામ હોય એ કહેવત તો સાંભળી હશે, પરંતુ હવે શહેરો પણ ગોકુળિયા ગામ બની રહ્યા છે. તેવી પરિસ્થિતિ જામનગરમાં મનપાનાં ઢોર વિભાગના તંત્રની ઘોર બેદરકારીના કારણે જોવા મળી રહી છે. જ્યારે જામનગરમાં દર ચોમાસે વરસાદ શરૂ થતાની સાથે જ માલિકો દ્વારા ગાય છોડી મૂકવામાં આવે છે. ગાયો અને રખડતા ઢોરો શહેરના મુખ્ય રસ્તા એવા ટાઉનહોલ, પંચેશ્વર ટાવર સહિતના શહેરના તમામ મુખ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર આવી જતા અડીંગો જમાવે છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોના ઘણી વખત અકસ્માત સર્જાવાની તેમજ જીવ ગુમાવવા સહિતના પણ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.

જામનગરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસના કારણે હવે શહેરીજનો પણ મનપાના તંત્રને અપીલ કરી રહ્યા છે કે, રસ્તા ઉપરથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવે અને રસ્તાઓ પર ઢોલ માલિકો દ્વારા છોડી મૂકવામાં આવતી ગાયો અને રખડતા ઢોરોને હવે મનપા પાંજરે પૂરીને જામનગર શહેરને ગોકુળીયુ ગામ બનતું અટકાવવા પ્રયાસ કરે. તેમજ શહેરીજનોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે. શહેરના મુખ્ય રસ્તા પર ઠેરઠેર ઢોરના અડિંગા જોવા મળે છે. રખડતી ગાયો અને ખુંટિયાઓના કારણે અકસ્માતનો ભય રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More