Home> Gujarat
Advertisement
Prev
Next

આણંદના કલેક્ટરને હનીટ્રેપ કેસમાં આરોપીઓએ સળગાવ્યો હતો સ્પાય કેમેરો, બળેલા અવશેષ મળ્યા

Anand Collctor DS Gadhvi Video Clip :  આણંદ કલેકટરના હનીટ્રેપ વીડિયોનો મામલે સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળ્યા.....FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા....કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા....ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા...

આણંદના કલેક્ટરને હનીટ્રેપ કેસમાં આરોપીઓએ સળગાવ્યો હતો સ્પાય કેમેરો, બળેલા અવશેષ મળ્યા

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા જતાં RAC કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જે.ડી.પટેલ ફસાયા છે. કેતકીએ અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જે.ડી.પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે. ત્યારે હવે ACBએ બંનેની મિલકતો અંગે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપી જયેશ પટેલે સંદેશર કેનાલમાં હાર્ડ ડિસ્ક ફેંકી હતી. ત્યારે હનીટ્રેપ વીડિયોનો મામલે સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ શોધી કાઢવામાં આવ્યા છે. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા....ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા...
   
આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં સરકારની છબી બગડતા જ હવે મોટાપાયે તપાસ શરૂ કરાઈ છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. LCBએ આરોપી જયેશ પટેલને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યુ હતું. ત્યારે પોલીસ કેનાલમાં ફેંકેલી હાર્ડ ડિસ્ક શોધવામાં લાગી છે. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં તપાસ શરૂ કરાઈ છે. 

ઉત્તરાખંડ બસ અકસ્માતથી ભાવનગરમાં માતમ : ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ત્યારે પોલીસની તપાસ બાદ કેનાલમાંથી સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળી આવ્યા છે. જયેશ પટેલે કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ 2 CPU અને એક લેપટોપ પણ કબજે કર્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા. 

આણંદના કલેક્ટરને હનીટ્રેપમાં વિવાદાસ્પદ જમીનની ફાઈલ ક્લીયર કરીને કટકી કરવાની વાત સામે આવતા હવે તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યુ છે. આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા જતાં RAC કલેક્ટર કેતકી વ્યાસ અને તેના સાગરિત જે.ડી.પટેલ ફસાયા છે. કેતકીએ અમદાવાદ અને વિરમગામમાં ખૂબ મોટા પ્રમાણમાં મિલકતો વસાવી હોવાનું, તેમજ જે.ડી.પટેલે વિદેશમાં પણ રોકાણ કર્યું હોવાની ચર્ચા છે.  ત્યારે હવે ACBએ બંનેની મિલકતો અંગે તપાસ શરૂ કરી છે. 

RTO નો નવો નિયમ : જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે, હવે કોણ કરશે તે જાણો

આખો મામલો શું હતો, તેના પર નજર કરીએ તો.... 
વિવાદીત જમીનના કેસની ફાઈલ ક્લિયર કરવા આણંદ કલેક્ટર ઓફિસના કર્મચારીઓએ આખું ષડયંત્ર રચ્યુ હતું. જેની મુખ્ય સૂત્રધાર કેતકી વ્યાસ નામની મહિલા છે. રંગીન મિજાજી કલેક્ટરને ફસાવવા સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. કલેક્ટરની ગેરહાજરીમાં કેબિનમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જે. ડી પટેલ અને હરેશ ચાવડાએ સ્પાય કેમેરા ગોઠવ્યા હતા. આ માટે જે. ડી પટેલ 3 સ્પાય કેમેરા ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યા હતા. તો હરેશ ચાવડાએ હનીટ્રેપ માટે મહિલાની ગોઠવણ કરી હતી. અલગ અલગ દિવસે મહિલાને કલેક્ટરની ચેમ્બરમાં મોકલાઈ હતી. સ્ટીંગ ઓપરેશનમાં કલેક્ટરને ફસાવ્યા બાદ ધમકીઓનો દોર ચાલુ થયો હતો. મહિલાએ કલેક્ટરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. જમીન ફાઈલ ક્લીયર ન કરે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. કલેક્ટરે આરોપીઓની વાત ન માનતા વીડિયો વાયરલ કરી દેવાયો હતો. 

આજથી 7 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ છે એલર્ટ પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More