Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: સગીર વયના બાળકે પાડોશમાં રહેતી 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

સગીર વયના બાળક-બાળકીઓ પર થતા ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સગીર વયના બાળક દ્વારા જ પાડોશમાં રહેતી સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સગીરાના કાકીએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 
 

અમદાવાદ: સગીર વયના બાળકે પાડોશમાં રહેતી 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

મૌલિક ધામેચા/અમદાવાદ: સગીર વયના બાળક-બાળકીઓ પર થતા ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સગીર વયના બાળક દ્વારા જ પાડોશમાં રહેતી સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સગીરાના કાકીએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. 

ઉલ્લેખનીય છે કે, વટવા વિસ્તારમાં આવાસ યોજના મકાનમાં 11 વર્ષની સગીરા પરિવાર સાથે રહે છે અને તેમની ઉપર 15 વર્ષીય સગીર રહે છે. જેને સોમવારે કોઈ કારણથી સગીરાને ઉપર બોલાવી હતી અને સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. આ મામલે સગીરા રાતે ઘરે આવતા તેને થતી પીડા સગીરાએ તેની મોટી બહેનને જણાવી હતી.

સુરત: કચરો ઉઠાવતી ગાડીની ટક્કરે એકનું મોત, સ્થાનિકોએ ગાડીમાં કરી તોડફોડ

સગીરાના કાકીએ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સનો સંપર્ક કરી સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જે અંગે પોલીસને જાણ થતા પોલીસે સગીરાના કાકીએ દુષ્કર્મ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે IPC અને પોસ્કોની એકટ હેઠળ ગુનો નોધીને તપાસ શરુ કરી હતી. આ મામલે ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સામે પોલીસે કાર્યવાહી કરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More