Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધના વંટોળને ડામવા ઘડી નાંખી રણનીતિ

Loksabha Election 2024: રૂપાલા સામે ઉઠેલો વિરોધનો વંટોળ એટલો ઉગ્ર બની ગયો છે કે તે ભાજપના રાજપૂત આગેવાનોથી પણ ન સમાયો. ભાજપ સમર્થિત રાજપૂતોના સંમેલન બાદ પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં હવે સરકાર અને પ્રદેશ ભાજપનું સંગઠન એક્શન મોડમાં જોવા મળ્યું. વિરોધનો વંટોલ સમાઈ જાય તે માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ એક્ટિવ મોડમાં જોવા મળ્યા.

આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધના વંટોળને ડામવા ઘડી નાંખી રણનીતિ

Loksabha Election 2024: રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરશોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ વિરુદ્ધ કરેલી એક ટીપ્પણીથી થયેલો વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. ક્ષત્રિય સમાજમાં દિવસેને દિવસ રોષ વધી રહ્યો છે. જો કે રૂપાલાએ આ વિવાદ પર ત્રણ વખત માફી માગી લીધી છે પરંતુ ક્ષત્રિય સમાજ માફ કરવાના મુડમાં નથી. ત્યારે ડેમેજ કંટ્રોલ માટે રાજ્ય સરકાર અને સંગઠન એક્શનમાં આવ્યું છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

  • રૂપાલા સામે વિરોધનો વંટોળ યથાવત્
  • માફી આપવાના મુડમાં નથી ક્ષત્રિયો 
  • રાજપૂતોમાં પણ હવે અંદરોઅંદર વિખવાદ!
  • ભાજપે ડેમેજ કંટ્રોલ માટે શરૂ કર્યા પ્રયાસ
  • મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • પ્રદેશ ભાજપ પ્રમુખે બે હાથ જોડી કરી વિનંતી

રૂપાલા સામે ઉઠેલો વિરોધનો વંટોળ એટલો ઉગ્ર બની ગયો છે કે તે ભાજપના રાજપૂત આગેવાનોથી પણ ન સમાયો. ભાજપ સમર્થિત રાજપૂતોના સંમેલન બાદ પણ આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં હવે સરકાર અને પ્રદેશ ભાજપનું સંગઠન એક્શન મોડમાં જોવા મળ્યું. વિરોધનો વંટોલ સમાઈ જાય તે માટે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ એક્ટિવ મોડમાં જોવા મળ્યા. મુખ્યમંત્રીએ દિલ્લી પહોંચીને પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠકના બીજા જ દિવસે મુખ્યમંત્રી એક્શનમાં જોવા મળ્યા. પ્રદેશ ભાજપના ક્ષત્રિય આગેવાનો અને હોદ્દેદારોની એક બેઠક બોલાવવામાં આવી. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય સરકારમાં ક્ષત્રિય મંત્રી અને ક્ષત્રિય ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાટીલના બંગલે મળેલી આ બેઠક લગભગ 2 કલાકથી વધુ સમય ચાલી હતી. જેમાં અનેક જૂના જોગીઓ પણ જોવા મળ્યા હતા.

બંધ બારણે ચાલેલી આ બેઠક બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ મીડિયા સમક્ષ આવ્યા હતા. ક્ષત્રિયોનો રોષ ઠારવાની કમાન ખુદ પાટીલે હાથમાં લીધી હોય તેમ તેમણે ક્ષત્રિયોને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે આ વિવાદનો હવે અંત આવવો જોઈએ. રૂપાલાએ ત્રણ વખત માફી માગી લીધી છે તો આ વિવાદ પર પૂર્ણવિરામ લાવવા તેમણે અપીલ કરી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે તેવી વિનંતી કરતા પાટીલ જોવા મળ્યા હતા.

તો વિરોધના આ વંટોળને શાંત કરવા માટે ક્ષત્રિય સમાજની 92 લોકોની એક સંકલ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિની 3 એપ્રિલે એક બેઠક મળશે. જેમાં ક્ષત્રિયોના રોષને સાંભળવામાં આવશે. સાથે જ તેમને સમજાવવાનો પ્રયાસ કરાશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેવા પ્રયાસો કરાશે. ભાજપે આ માટે ભાજપના ક્ષત્રિય નેતાઓને નિવેડો લાવવા માટે જવાબદારી સોંપી છે. તમામ લોકોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. તો ક્ષત્રિયોની જે માફ છે કે રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ કરી દેવામાં આવે. તેના પર પાટીલે સ્પષ્ટ કહ્યું કે, હાલ મુદ્દે કોઈ વિચારણા કરી નથી. 

પ્રદેશ પ્રમુખ પાટીલના બંગલા પર મળેલી આ બેઠકમાં કોણ કોણ હાજર હતું? જો તેની વાત કરીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકાર, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા સહિત પ્રદેશ ભાજપના અનેક હોદ્દેદારો અને રાજકીય આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કોણ રહ્યું હાજર?

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  • સંગઠન મહામંત્રી રત્નાકર
  • રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા
  • ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
  • પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા
  • પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
  • ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર
  • પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
  • પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા
  • પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા 

23 માર્ચે પરશોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં વિવાદીત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદથી સતત વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વિરોધ વધતાં તરત જ રૂપાલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માગી લીધી હતી. પરંતુ વિરોધ શાંત થયો નહતો. તો વિરોધનો શાંત કરવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પણ ગોંડલમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પણ પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી.

અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની અલગ અલગ 90 સંસ્થાની એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ક્ષત્રિયો પોતાનો રોષ ઠાલવશે, સાથે જ ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરતાં જોવા મળશે. ત્યારે જોવાનું રહેશે કે વિરોધની આ આગ ક્યારે શાંત થાય છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More