Home> Gujarat
Advertisement
Prev
Next

વિકૃત હત્યામાં સનસની ખુલાસો; ત્રણ મિત્રોએ મળી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, એક સ્ટીલના ડબ્બામાં મુકી જમીનમાં દાટ્યું

પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી ત્રણ મિત્રોએ મળી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, પછી એની જ ટીશર્ટમાં વીંટીને જમીનમાં દાટ્યું, પોલીસે મુખ્ય એક હત્યારાની ધરપકડ કરી અન્ય 3 શકમંદોની પુછપરછ ચાલુ છે

વિકૃત હત્યામાં સનસની ખુલાસો; ત્રણ મિત્રોએ મળી મિત્રનું માથું ધડથી અલગ કર્યું, એક સ્ટીલના ડબ્બામાં મુકી જમીનમાં દાટ્યું

નચિકેત મહેતા/ખેડા: જિલ્લાના નડિયાદ પાસે આવેલ પીજ ચોકડી બ્રિજ નીચેથી ગઈકાલે  વિકૃત રીતે હત્યાને અંજામ અપાયો હતો. નડિયાદ પાસે આવેલ ટુંડેલ ગામની સીમમાંથી મસ્તક વગરના યુવાનનો મૃતદેહ ઝાડી જાખરમાથી મળી આવ્યો હતો. પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી મરણજનાર યુવાનનુ મસ્તક શોધવા મથામણ કરી હતી. બનાવના લગભગ 15 કલાક બાદ આ યુવાનનુ માથું કબ્જે કરવામાં પોલીસને સફળતા મળી હતી. હત્યારાએ માથું કાપી પોતાના ઘર પાછળ આવેલ જમીનમાં દાટી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી છે જ્યારે અન્ય 3 શકમંદોની પુછપરછ ચાલુ છે. મ્યુચ્યુઅલ મિત્રની પત્ની સાથે આડા સંબંધ હોવાના લીધે હત્યારાએ પરેશની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગણતરીના કલાકોમાં આ મૃત્યું પામનાર યુવાનની ઓળખ છતી થઇ હતી
વસો તાલુકાના ટુંડેલ ગામની સીમમાં રેલવે ઓવરબ્રિજ નીચે નડિયાદ તરફ જતા રેલ્વે પાટાની બાજુમા ખેતરની વાડમાં ગઈકાલે બપોરે એક યુવાનનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો આ મામલે પોલીસને જાણ કરતાં એસપી, ડીવાયએસપી, વસો પોલીસ, SOG, LCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાવ સ્થળેથી મોટરસાયકલ મળતા પોલીસે મૃતદેહને ઓળખ છતી કરવા લાગી હતી. તો બીજી બાજુ મસ્તક ન હોવાથી આસપાસના ખેતરોમાં ડોગ સ્ક્વોડ, FSLની ટીમ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં આ મરણજનાર યુવાનની ઓળખ છતી થઇ હતી.

પિતાએ પુત્રની માત્ર હાથ પર પહેરલ કડાના આધારે ઓળખ કરી
જેમાં આ યુવાનનુ નામ પરેશ વિનુભાઈ ગોહેલ (ઉ.વ.27, રહે.સંધાણા, હૈજરાબાદ રોડ, તા.માતર) હોવાનું બહાર આવ્યું હતું. અને તે બે દિવસ અગાઉ જ પોતાની સાસરી ટુંડેલ મુકામે પોતાની પત્ની અને 2 વર્ષની પુત્રી સાથે આવ્યો હતો. બનાવ સ્થળે પહોચેલા પિતા વિનુભાઈ ગોહેલે પોતાના દિકરાના હાથ પરના કડા મારફતે અને પહેરેલ પેન્ટ મારફતે ઓળખ કરી હતી. તેમજ મોટરસાયકલ પણ હોવાથી આ મૃતદેહ પરેશ ગોહેલનો હોવાની જાણ થતાં પોલીસે મૃતક દિકરાના પિતા વિનુભાઈ ગોહેલની ફરિયાદના આધારે ગુનો નોંધી મસ્તકને શોધવા કામે લાગી હતી.

આરોપીએ પોતાના ઘર પાછળની જમીનમાં મૃતક પરેશ ગોહેલનુ માથુ દાટી દીધું હતું
બનાવના 12 કલાક બાદ પોલીસને કોઈ ચોક્કસ સુરાગ હાથે ન લાગ્યો અને છેવટે એક માહિતીના આધારે શંકાસ્પદ યુવાનને રાઉન્ડ અપ કરી પુછપરછ કરતાં સમગ્ર હત્યા પરથી પડદો ઊંચકાયો હતો. મોડીરાત્રે આ યુવાન શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોર (મુળ રહે.ઉત્તરસંડા, અને હાલ રહે.શિવાગી સોસાયટી, પાછળ) ના ઘરના પાછળના ભાગે આવેલ જમીનમાં તેણે મૃતક પરેશ ગોહેલનુ માથુ દાટી દીધું હોવાની વિગતો જાણવા મળી હતી. આથી પોલીસે આ આ આરોપીને સાથે રાખી મોડી રાત્રે માથાનો ભાગ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીએ હજી પણ આ સંબંધ પરેશે ચાલુ રાખ્યા હોવાનો શક રાખ્યો
પોલીસના જણાવ્યા મુજબ આ શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોર અને અન્ય 3 મરણજના પરેશ ગોહેલના સંપર્કમાં પબ્જી ગેમ મારફતે આજથી દોઢ વર્ષ અગાઉ આવ્યા હતા. મરણજનાર પરેશ ગોહેલને શંભુ ઉર્ફે સચીનના કોમન મિત્રની પત્ની સાથે અનૈતિક સંબંધ હતો જે બાબતે જનુની શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે તેને પતાવવાનો મનોમન નક્કી કરી લીધું હતું. જોકે અગાઉ આ બાબતે પણ ઠપકો આપ્યો હતો. પરંતુ શંભુ ઉર્ફે સચીનને હજી પણ આ સંબંધ પરેશે ચાલુ રાખ્યા હોવાનો શક રાખી તે મરણજનાર ટુડેલ આવે તેની રાહ જોતો હતો.

કોમન મિત્ર દ્વારા ફોન કરીને મૃત્યું પામનારને રાત્રે બોલાવવામાં આવ્યો
દરમિયાન 3 દિવસ અગાઉ આ પરેશ ગોહેલ ટુડેલ ધાર્મિક પ્રસંગમાં આવતાં જનુની શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે પ્લાન ઘડ્યો હતો. બનાવના આગળની રાત્રે 8:30 વાગ્યાના સુમારે મરણજનારના કોમન મિત્ર મહેન્દ્ર ઉર્ફે મોન્ટુએ મળવા માટે ઘટના સ્થળે બોલાવ્યો હતો. આ સમયે પરેશ બાઈક લઈને આવતા શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોર સહિત 4 લોકો હાજર હતા. ઉપરોક્ત અનૈતિક સંબંધોનૈ લઈને વાત વણસતા જનુની મીજાજના શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે બુટમા છુપાવેલુ ચપ્પા જેવુ ધારદાર હથિયાર વડે પરેશ ગોહેલનુ માથુ ધડથી અલગ કરી દીધું હતું. 

માથું એક સ્ટીલના ડબ્બામાં મુકી ઘર પાછળ આવેલ જમીનમાં આશરે દોઢ ફુટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધું હતું.
આ બાદ આરોપી શંભુ ઉર્ફે સચીન વિઠ્ઠલભાઈ ઠાકોરે મરણજનારની ટીશર્ટનો ઉપયોગ કરી માથાને ટીશર્ટમા પેક ઘરે લઈ ગયો હતો અને પોતાના મિત્રને બતાવવા તે આ રીતે લઈ ગયો હતો. બાદમાં શંભુ ઉર્ફે સચીને પોતાના ઘરે એક સ્ટીલના ડબ્બામાં મુકી ઘર પાછળ આવેલ જમીનમાં આશરે દોઢ ફુટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધું હતું. તેમ પોલીસની પુછપરછમાં પકડાયેલા આરોપીએ જણાવ્યું છે. પોલીસે આ મામલે શંકાસ્પદ 3 મિત્રોની પુછપરછ હાથ ધરી છે. હાલ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.  રીમાન્ડ દરમિયાન ચપ્પા, છરી જેવા ઘાતક હથિયાર ક્યાં છુપાવ્યા છે તેમજ અન્ય કેટલા આરોપીઓના નામ વિગેરે માહિતી જાણી શકાશે.

મિત્રને આ બાબતે બતાવવા આ રીતનું જનુની પગલુ ભર્યુ
પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ આરોપી પોતાના મામાના ઘરે રહે છે અને માથુ કાપી મૃતકની ટીર્શટમા વીંટાળી સીધો મોટરસાયકલ લઈને પોતાના ઘરે આવ્યો હતો અને તેના મિત્રને આ બાબતે બતાવવા આ રીતનું જનુની પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખરેખર વોટ્સઅપ કોલીગ કરીને કે વિડિયો કોલ કે પછી ફક્ત માહિતી આપી છે તે દિશામાં પોલીસ તપાસ‌ હાથ ધરી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More