Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલ: બિલિયાળામાં વરસાદમાં વીજ લાઇને ઝાડને અડી જતા 11 વર્ષીય બાળાનું મોત

તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની 11 વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કવિતા વરસાદ આવી રહ્યો હોવાને કારણે ઝાડ નીચે ઉભી હતી. જો કે તોફાની વરસાદમાં ઝાડ પરથી પસાર થઇ રહેલ 11 KVની વીજ લાઇન ઝાડને અડી ગઇ હતી. જેના પગલે કવિતાને કરંટ લાગતા તેનું ઘટનાં સ્થળે  જ મોત નિપજ્યું હતું. 

ગોંડલ: બિલિયાળામાં વરસાદમાં વીજ લાઇને ઝાડને અડી જતા 11 વર્ષીય બાળાનું મોત

ગોંડલ : તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની 11 વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કવિતા વરસાદ આવી રહ્યો હોવાને કારણે ઝાડ નીચે ઉભી હતી. જો કે તોફાની વરસાદમાં ઝાડ પરથી પસાર થઇ રહેલ 11 KVની વીજ લાઇન ઝાડને અડી ગઇ હતી. જેના પગલે કવિતાને કરંટ લાગતા તેનું ઘટનાં સ્થળે  જ મોત નિપજ્યું હતું. 

છોટાઉદેપુરના મહિલા સાંસદ અનામત મુદ્દે કોમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા

ઘટના અંગે જાણ થતા ગામના સરપંચ સહિતનાં લોકો દોડી આવ્યા હતા. જો કે બાળકીનું મોત થતા તેનાં પરિવારમાં ભારે શોકની લાગણી છવાઇ હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળકીનો મૃતદેહ  પોસ્ટમોર્ટમ માટે ગોંડલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

માથાભારે પુત્રવધુ: નિવૃત પોલીસ અધિકારીને છુટ્ટી ટોપલી મારીને માથુ ફાડી નાખ્યું આવ્યા 10 ટાંકા

અત્રે ઉલ્લેખનીય છે કે, કવિતા બે ભાઇ અને બે બહેનોનાં પરિવારમાં મોટી હતી. અકાળે અવસાન થતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું. આ લોકો મધ્યપ્રદેશથી અહીં મજૂરી કરવા માટે આવ્યા હતા. જો કે અકાળે કાળ ભરખી જતા પરિવારમાં શોક વયાપ્ત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More