Home> Gujarat
Advertisement
Prev
Next

‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી

‘જો બકા સાઈડ તો નહિ મળે...’ વાક્ય લખેલી બસ સોશિયલ મીડિયા પર ચર્ચાના ચગડોળે ચઢી
  • ઝી 24 કલાકમાં બસમાં લખાયેલા લખાણ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો
  • અહેવાલ બાદ AMTS દ્વારા બસ પરથી તાત્કાલિક લખાણ હટાવી લેવામાં આવ્યું 

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં ફરતી એક AMTS નો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ AMTS બસની પાછળ જે લખાણ લખ્યું છે, એ લખાણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જે ફોટો વાયરલ થઈ રહ્યો છે એમાં AMTS બસ પર GJ01 FT 1561 નંબર જોવા મળે છે. સાથે જ ઉપરની તરફ સ્પષ્ટ લખ્યું છે કે, 'જો બકા સાઈડ તો નહિ મળે.' આ AMTS બસ પરના લખાણથી જ બસની પાછળ જે વાહનચાલકો હોય તેમને સ્પષ્ટ સંકેત આપવાનો પ્રયાસ કરાયો છે કે, આગળ જવા માટે હોર્ન મારવા નહિ. કારણ કે, 'જો બકા સાઈડ તો નહિ મળે'. જોકે, ઝી 24 કલાકમાં અહેવાલ પ્રસારિત થયા બાદ બસ પરથી લખાણ હટાવવામાં આવ્યું હતું. 

બસમાં લખાયેલા લખાણ અંગે ઝી 24 કલાકમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેના બાદ એમએમટીએસના તંત્રને લખાણ હટાવવાની જરૂર પડી હતી. આ વાત AMTS તંત્રના ધ્યાને આવતા તાત્કાલિક બસની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટો બાદ 'જો બકા સાઈડ તો નહિ મળે' લખાણ AMTS બસ પરથી દૂર કરાવી દેવામાં આવ્યું છે. તંત્રની આ ઝડપ બાદ શહેરીજનો પણ આ કાર્યવાહીને આવકારી રહ્યા છે. 

કોંગ્રેસે બીજી યાદી જાહેર કરતા જ કકળાટ થયો, કેટલાક વોર્ડ પ્રમુખ હરખાયા તો કેટલાક ગિન્નાયા... 

fallbacks

જો કે એક વાત હવે એ સ્પષ્ટ છે કે, જો તમે આ બસની પાછળ હોવ અને આગળ જવું હોય તો નિયમ મુજબ હોર્ન મારીને સંયમ રાખીને આગળ નીકળી શકશો. કેમકે બસ પરથી 'જો બકા સાઈડ તો નહીં મળે' લખાણને હટાવી લેવામાં આવ્યું છે.

રાજકોટમાં ચૂંટણી પહેલા મહિલાઓ રણચંડી બની, સશક્ત મહિલાઓને ઉમેદવાર બનાવવાની ઉઠી માંગ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More