Home> Gujarat
Advertisement
Prev
Next

AMTSનું વર્ષ 2023-24 બજેટ મંજૂર, દર વર્ષે કરોડોની ખોટ, છતાં શાસકો કોન્ટ્રાક્ટરોને કરાવશે મોજ!

AMC સંચાલિત AMTSનું 574 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે મુકેલા ડ્રાફ્ટ બજેટને શાસકોએ મંજૂર કર્યું છે. 559.90નું રેવન્યું અને 7.50 કરોડ મળી કુલ 567 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ભાજપના શાસકોએ AMTSની સંખ્યા વધારવા પ્રાવધાન કર્યું છે.

AMTSનું વર્ષ 2023-24 બજેટ મંજૂર, દર વર્ષે કરોડોની ખોટ, છતાં શાસકો કોન્ટ્રાક્ટરોને કરાવશે મોજ!

અમદાવાદ: AMTSનું વર્ષ 2023-24 બજેટ રજૂ કરાયું છે. મહાનગરપાલિકાએ AMTS માટે 574 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. શહેરમાં AMTSની સંખ્યા વધારવા પર આ બજેટમાં ભાર મુકવામાં આવ્યો છે. નવી 100 ઈલેક્ટ્રિક અને 200 રેગ્યુલર મળીને શહેરમાં કુલ 1 હજાર 109 બસો દોડાવવાનું આયોજન છે. સાથે AMTSના ટર્મિનલ પર સોલાર પેનલ પણ લગાવવામાં આવશે. તો એસપી રિંગ રોડના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા ડેપો બનાવી કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કરાશે. આ બજેટમાં AMTSમાં દિવ્યાંગો માટે વિનામૂલ્ય મુસાફરીની જોગવાઈ કરવામાં આવી છે.

AMC સંચાલિત AMTSનું 574 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે મુકેલા ડ્રાફ્ટ બજેટને શાસકોએ મંજૂર કર્યું છે. 559.90નું રેવન્યું અને 7.50 કરોડ મળી કુલ 567 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ભાજપના શાસકોએ AMTSની સંખ્યા વધારવા પ્રાવધાન કર્યું છે. જેમાં 100 ઈલેક્ટ્રીક, 200 રેગ્યુલર મળી કુલ 1,109 બસ દોડાવાનું આયોજન છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી 50 નવી બસ ખરીદવાનો નિર્ણય પણ કરાયો છે. 

AMTSના ટર્મિનલ પર સોલાર પેનલ લગાવી ખર્ચ બચાવવા બજેટમાં પ્રાવધાન છે. SP રિંગ રોડના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા ડેપો બનાવાશે. કોર્પોરેટર, MP, MLAની ગ્રાન્ટમાંથી નવા ડેકોરેટિવ સ્ટેન્ડ બનાવાશે. અસલાલીથી સનાથલ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ સુધી નવા રૂટ શરૂ થશે. AMTSમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે મુસાફરીની જોગવાઈ કરવામાં આવી છે. બસના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિવાય ચાંદખેડામાં નવું બસ ટર્મિનલ બનાવવાનું આયોજન છે. 

વર્ષ 2023-24 માટે રૂ 559.50 કરોડનું નું રેવન્યુ અને રૂ 7.50 કરોડનું બજેટ મળી કુલ રૂ 567 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. amts ના ભાજપી શાસકોએ શહેરના માર્ગો પર બસની સંખ્યા વધારવા પ્રાવધાન કર્યું છે. અગાઉના 809 બસના કાફલામાં 100 ઇલેક્ટ્રિક અને 200 રેગ્યુલર બસ મળી કુલ 1109 બસ દોડાવવાનું આયોજન કરાયું છે. 15 માં નાણાપંચની ગ્રાન્ટ માથું 15 કરોડના ખર્ચે amts માલિકીની 50 નવી બસ ખરીદવાનો નિર્ણય કરાયો છે. 

આ સિવાય ડ્રાફ્ટ બજેટના 567 કરોડ માંથી 398 કરોડ amc ની લોન અને પગાર માટે ફાળવણી કરવામાં આવી છે. પેંશન સહિતના ખર્ચ પેટે 319.50 કરોડની ફાળવણી, amts ના 2009 કાયમી કર્મચારી માંથી 961 કર્મચારીઓને amc માં ફાળવવામાં આવ્યા છે. 4969 પેંશનરને હાલ પેંશન ચૂકવવાના આવી રહ્યું છે. 1997 બાદ amts માં એકેય કાયમી ભરતી કરવામાં આવી નથી. amts ના માથે 3800 કરોડથી વધુનું દેવું છે. તેમ છતાં બસ ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી. વર્ષ દરમ્યાન બસની સંખ્યા વધારવાનું આયોજન કરાયું છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર 100 ઇલેક્ટ્રિક બસ આપવામાં આવશે. ચાંદખેડામાં નવું બસ ટર્મિનસ ઉભું કરવાનું આયોજન અને મિલ્લતનગર અને શ્રીનાથ ડેપોમાં ppp મોડલથી cng પંપ શરૂ કરવાનું આયોજન કરાયું છે. પાછલા એક વર્ષમાં amtsના અકસ્માતના પોલીસ ચોપડે 30 કેસ નોંધાયા છે. જેમાં 7 કિસ્સા મૃત્યુના નોંધાયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More