Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસ કપલે બનાવી આજીવન સાચવી રાખવા જેવી કંકોત્રી, 24 પાનાની કંકોત્રીમાં શીખવ્યું સાયબર ક્રાઈમ

લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે. પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે, ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે. હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. ત્યારે આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરીને એક નવો જ ચીલો ચીતર્યો છે. કંકોત્રીની વિશેષતા જોઈને તમે વાહ કહી દેશો. 

પોલીસ કપલે બનાવી આજીવન સાચવી રાખવા જેવી કંકોત્રી, 24 પાનાની કંકોત્રીમાં શીખવ્યું સાયબર ક્રાઈમ

Gujarat Police કેતન બગડા/અમરેલી : લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે. પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે, ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે. હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. ત્યારે આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરીને એક નવો જ ચીલો ચીતર્યો છે. કંકોત્રીની વિશેષતા જોઈને તમે વાહ કહી દેશો. 

સામાન્ય રીતે લગ્નની કંકોત્રી એક-બે કે ચાર પાનાની હોય છે. પરંતુ અમરેલીના પોલીસ કપલે 27 પાનાંની અનોખી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી આજીવન સાચવી રાખવા જેવી છે. નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમની વાગ્દત્તા ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

fallbacks

નયન અને ધારા દ્વારા પોતાના લગ્ન પર એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજના જમાનામાં સાયબર ક્રાઈમ અંગે ફરિયાદો વધી રહી છે. ત્યારે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત સરકારનું જનજાગૃતિ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી એક અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. 

fallbacks

નયન સાવલિયા કહે છે કે, આ કંકોત્રીમાં તેના દ્વારા સાયબર જાગૃતિને લગતી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાયબરના ભોગ બનતા કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે. 

fallbacks

તદઉપરાંત લોકો ભાતીગળ સંસ્કૃતિ ભૂલી તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. તેવામાં આ યુવકએ પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટોગ્રાફ્સને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તસવીરોમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે. 

નયન અને ધારાના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે કંકોત્રી થકી સાયબર અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય લોકો પણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More